ઉપલેટા તાલુકામાં ૨૯મી સુધી લોકડાઉન

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિશ્ર્વમાં કોરોના નામનો વાયરસ હંફાવી રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રીએ જનતા કર્ફયૂ કરવાનો સહકાર માગતા તેને સફળ પ્રતિસાદ મળ્યો છે બે દિવસથી શહેર સંપૂર્ણ બંધ રહેવા પામેલ હતું આજે કલેકટરના જાહેરનામા મુજબ આવશ્યક ચીજવસ્તુને મુક્તિ આપતા દુકાનો ખુલ્લી રહેશે જયારે પોલીસ ૧૪૪ની કલમનો અમલ કરાવવા તૈનાત હોવાનું જણાવેલ છે.શનિ-રવિ બે દિવસ શહેરની તમામ નાની-મોટી બજારો રેકડીવાળાથી માંડી દુકાનો, સંપૂર્ણ બંધ રહેવા પામી હતી રવિવારના નિદવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલને સજ્જડ પ્રતિસાદ આપેલ હતો. શહેરીજનો આખો દિવસ ઘરમાં રહ્યા હતા થાળી-વેલણ વગાડી પ્રધાનમંત્રીના આદેશ મુજબ તંત્રને પ્રોત્સાહિત કરેલા હતા સાંજના સમયે માણસો બહાર નીકળતા પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરી ઘરમાં રહેવા અપીલ કરેલ હતી. ગઈકાલે જિલ્લા કલેકટરના જાહેરનામાને પગલે આજ સવારથી આવશ્યક નીચે આવતી ચીજવસ્તુની દુકાનો ખુલ્લી રાખી શકાશે જયારે પોલીસ દ્વારા ૧૪૪ની કલમના કડક અમલ કરાવાશે તેવું ઈનચાર્જ પીઆઈ લગારિયાએ જણાવેલ હતું જયારે તાલુકા મામલતદાર જી.એમ.મહાવદિયાએ જણાવેલ કે, આવશ્યક સિવાયની દુકાનો ધંધા બંધ રાકવા અને પ્રજાને કાંઈ કામ વગર બહાર ન નીકળવા અપીલ કરવામાં આવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS