મહાપાલિકાની આવાસ યોજનાઓમાં વધુ ૩૯ ફ્લેટસના તાળા તૂટેલા મળ્યા

  • September 10, 2021 05:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હવે વિજિલન્સ પોલીસને સાથે રાખીને તમામ આવાસ યોજનાઓમાં ડેઇલી ચેકિંગ ડ્રાઇવ ચાલુ રાખવા આદેશ

 

રાજકોટમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સહાયથી મહાપાલિકા દ્વારા ઘરવિહોણા ગરીબોને ઘરનું ઘર મળી રહે તે માટે નિર્માણ કરાતી આવાસ યોજનાઓના ફ્લેટસમાં ગરીબો કે લાભાર્થીઓના બદલે દબાણકર્તાઓ અને ભાડુઆતોનો કબજો જોવા મળી રહ્યો છે! તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ રૂબરૂ જઇને ચેકિંગ કર્યા બાદ હવે સ્ટાફને દરરોજ ચેકિંગ કરવા આદેશ કર્યો છે, દરમિયાન તાજેતરમાં વધુ ૩૯ ફ્લેટસના તાળા તૂટેલા મળી આવતા મહાપાલિકાએ પોતાના નવા તાળા લગાવ્યા હતા.

 

 

મહાપાલિકાના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં બનાવવામાં આવેલ વિવિધ આવાસ યોજનાઓમાં ખાલી રહેલા આવાસમાં ગેરકાયદેસર કબજો કરેલ આવાસોમાં મહાપાલિકા દ્વારા સધન ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં તા. ૮ અને તા. ૯ના રોજ બીએસયુપી-૧ આવાસ યોજનાની વિવિધ સાઈટ ખાતે ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમ્યાન કુલ ૬૧ આવાસ પૈકી ૩૪ આવાસમાં અને મુખ્યમંત્રી આવાસ યોજનાની એલઆઇજી પ્રકારની છત્રપતિ શિવાજી સાઈટ ખાતે ૧૭ આવાસ ચેક કરતા ૪ આવાસ લોકમાન્ય તિલક સાઈટ ખાતે ૧૨ આવાસ ચેક કરતા ૧ આવાસમાં તાળા તૂટેલા મળી આવતા મહાપાલિકાના તાળા લગાવવામાં આવ્યા હતા.

 

 

મહાપાલિકાના અધિકારી સૂત્રોએ ઉમેર્યું હતું કે  આવાસ યોજનામાં ગેરકાયદેસર કબજો કરી રહેતા આસામીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે રાજકોટ મહાપાલિકા દ્વારા સધન કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં તા. ૮ના રોજ બીએસયુપી આવાસ યોજનાની ત્રિલોક પાર્ક સાઈટ ખાતે ૪૯ આવાસ ચેક કરતા ૨૯ આવાસમાં, ઈન્ડીયન પાર્ક સાઈટ ખાતે ૧૨ આવાસ ચેક કરતા ૫ આવાસમાં તાળા તુટેલા/બદલાયેલા મળી આવતા મહાપાલિકાના તાળા લગાવી દેવામાં આવ્યા હતા તેમજ તા. ૯ના રોજ મુખ્યમંત્રી આવાસ યોજનાની એલઆઇજી પ્રકારની છત્રપતિ શિવાજી સાઈટ ખાતે ૧૭ આવાસ ચેક કરતા ૪ આવાસમાં, લોકમાન્ય તિલક સાઈટ ખાતે ૧૨ આવાસ ચેક કરતા ૧ આવાસમાં તાળા તુટેલા/બદલાયેલા મળી આવતા મહાપાલિકાના તાળા લગાવી દેવામાં આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS