આંકડાઓ જોતા કોરોનાનો બીજો રાઉન્ડ પુરો થવામાં :માત્ર ૨૨ નવા કેસ

  • June 01, 2021 08:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોમવારે ૧૫૧ દર્દીઓ કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ 

 

કોરોના કેસની સંખ્યા સતત ઘટી રહી છે. સોમવારે માત્ર ૨૨ કેસ જ નોંઘાયા જે પહેલા તબક્કામાં અંત ભાગમાં હતા તેટલા કહી શકાય. શાળા કોલેજના સત્ર શરૂ થાય તે પહેલાં આ રીતે કેસનો ઘટાડો રાહતરૂપ ગણી શકાય. સોમવારે નવા ૨૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૧૫૧ દર્દીઓ કોરોનામુક્ત થયા છે .

 

 

જિલ્લામાં  સોમવાર સુધીમાં નોંધાયેલા કુલ ૨૧,૧૯૨ કેસો પૈકી ૬૦૨ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. ભાવનગર જિલ્લામાં ૨૨  કેસ નોંધાયા જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૮ પુરૂષ અને ૪ સ્ત્રી મળી કુલ ૧૨  જ્યારે તાલુકાઓમાં સિહોર તાલુકામાં ૩ તેમજ તળાજા તાલુકામાં ૭ કેસ મળી કુલ ૧૦ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે. શહેર ખાતે રહેતા એક અને મહુવા તાલુકાનાં કોંજળી ગામ ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે. 

 

 

સોમવારે મહાનગરપાલિકા વિસ્તારમાં ૪૫ અને તાલુકાઓમાં ૧૦૬ કેસ મળી કુલ ૧૫૧ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ હાલ ૬૦૨ દર્દીઓ જ સારવાર હેઠળ છે જ્યારે આજ સુધીમાં સત્તાવાર યાદી મુજબ જિલ્લામાં ૨૮૫ દર્દીઓનું અવસાન થયેલ છે.

   

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS