કૃપયા આપ કતારમે હૈ ! ડેથ સર્ટી. મેળવવા માટે ફરી લાંબી લાઈન લાગી

  • May 05, 2021 02:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાની ઢેબર રોડ સ્થિત મુખ્ય કચેરીના સિવિક સેન્ટરમાં આવેલી જન્મ–મરણ નોંધણી શાખામાં આજે ફરી ડેથ સટિર્ફિકેટ મેળવવા માટે મૃતકોના સ્વજનોની લાંબી લાઈન લાગી હતી. આજથી ઓનલાઈન સટિર્ફિકેટ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે તેમ છતાં અનેક નાગરિકોને ઓનલાઈન અરજી કરતાં આવડતી ન હોય તેઓ ઓફલાઈન અરજી કરીને ડેથ સટિર્ફિકેટ લેવા માટે કચેરીએ આવી પહોંચ્યા હતા.

 

 

મહાપાલિકાની જન્મ–મરણ નોંધણી શાખાના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઓનલાઈન અરજી કરવાથી તુરતં જ ડેથ સટિર્ફિકેટ મળી જાય છે અને તે અંગેની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી છે તેમ છતાં અનેક નાગરિકોને ઓનલાઈન અરજી કરતા આવડતી ન હોય તેઓ ઓફલાઈન અરજી કરીને ડેથ સટિર્ફિકેટ મેળવવા માટે આવી પહોંચ્યા હતા.
આમ છતાં કોઈને ઈનકાર કરવામાં આવ્યો ન હતો અને તમામની અરજી સ્વીકારી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.

 

 

રાજકોટ શહેર ઉપરાંત સૌરાષ્ટ્ર્ર–કચ્છના ૧૨ જિલ્લાઓના વિવિધ ગામોમાંથી રાજકોટ શહેરમાં કોરોનાની સારવાર માટે આવ્યા હોય અને મૃત્યુ થયું હોય તેવા મૃતકોના પરિવારજનોને પણ નિયમાનુસાર રાજકોટ મહાનગરપાલિકાનું જ ડેથ સટિર્ફિકેટ મેળવવાનું રહે આથી જ રાજકોટ ઉપરાંત બહારગામના નાગરિકો પણ ડેથ સટિર્ફિકેટ મેળવવા માટે આવી પહોંચ્યા હતા. આજે બપોર સુધીમાં જ ૧૦૦૦થી વધુ ડેથ સટિર્ફિકેટ ઈસ્યુ કરવામાં આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application