ભરૂચની કોવિડ હોસ્પિટલમાં આગથી ૧૮ મોત

  • May 01, 2021 09:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના સ્થાપના દિવસની ગોઝારી શરૂઆત: ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલના આઈ.સી.યુ વોર્ડમાં આગ ૧૫થી વધુ લોકોના મોત.ગુજરાત રાયના સ્થાપના દિવસની ોઝારી શઆત થઈ છે.વધુ એક કોવીડ હોસ્પિટલ આગની ઝપટમાં આવી ગઈ છે. ભચ શહેરની પટેલ વેલફેર કોવીડ હોસ્પિટલનાં આઇસીયુ વોર્ડમાં આગ લાગવાની ઘટના સામે આવતાં ૧૫ વ્યકિતનાં કણ મોત નીપયાના અહેવાલો છે. યારે અનેક વ્યકિતઓ આગના કારણે દાયા છે. આ દર્દીઓમાં ૧૩ દર્દી હતા યારે બાકીના ૨ સ્ટાફનો સમાવેશ થાય છે. જેમના મોત થયા છે.અનેક લોકો આગના લીધે ગંભીર રીતે દાઝી ગયા છે. આ મૃત્યુઆંકમાં વધારો થઇ શકે છે. આ આગ શોર્ટ સકિર્ટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

 


ભચ–જંબુસર બાયપાસ પર આવેલી  પટેલ વેલફેર હોસ્પિટલને કોવીડ ડેઝિેટેડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે જેમાં છેલ્લા એક વર્ષથી કોવિડના દર્દીઓની નિશુલ્ક સારવાર કરવામાં આવે છે.ગત મધ્યરાત્રિએ હોસ્પિટલના આઈસીયુમાં અચાનક આગ પ્રસરી ગઈ હતી. આ આગ શોર્ટ સકિર્ટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે ત્યારે આગ લાગતા ૧૨ દર્દી ૨ સ્ટાફ સહિત ૧૪ વ્યકિતનાં કણ મોત થયા હતા યારે અન્ય દર્દીઓને રેસ્કયૂ કરી અને અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

 


પ્રાથમિક માહિતી અનુસાર, ભચની પટેલ વેલફેર હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યાં હતા. તેવામાં તા. ૩૦ એપ્રિલની મધ્યરાત્રીએ હોસ્પિટલાના કોવિડ વોર્ડમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હોસ્પિટલમાં આગ લાગી હોવાની વાત વાયુ વેગની જેમ ફેલાતા ભચના પશ્ચિમ વિસ્તારના ૫થી ૬ હજાર લોકો હોસ્પિટલ બહાર દોડી આવ્યાં હતા. બીજી તરફ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સ્વજનો તેમને બચાવવા માટે ધમપછાડાં કરી રહ્યાં હતા.

 મૃતકોના પરિવારજનો પ્રતિ સંવેદના પ્રગટ કરતા રાયના મુખ્યમંત્રી: મૃતકના વારસદારોને ૪લાખની સહાય
ભચની પટેલ વેલફેર હોસ્પિટલ માં ગઇકાલે મધરાતે બનેલા આગના બનાવમાં માર્યા ગયેલા લોકોને રાયના મુખ્યમંત્રી વિજયભાઈ પાણીએ દિલસોજી પાઠવી છે અને મૃતકના પરિવારજનોને પિયા ચાર લાખની સહાય મુખ્યમંત્રી રાહત કોષમાં થી આપવાની જાહેરાત કરી છે.  ભચ ની  કોવીડ હોસ્પિટલ માં સર્જાયેલી આગ ની દુ:ખદ ઘટનામાં જાન ગુમાવનારા  મૃતકો પ્રત્યે સંવેદના પ્રગટ કરી તેમના પરિવાર જનોને સંત્વના પાઠવી છે.આ આગ દુઘર્ટનામાં જેમના દુ:ખદ મૃત્યુ થયા છે તે પ્રત્યેક મૃતકોના વારસ ને ૪ લાખની સહાય સરકાર તરફથી મુખ્યમંત્રી રાહતનિધિ માંથી  આપવાની પણ જાહેરાત કરી છે

 

 

ભરૂચના બનાવમાં બે સિનિયર આઇપીએસ અધિકારીને તપાસ સોંપતા મુખ્યમંત્રી

 ભચની પટેલ કોવિડ હોસ્પિટલમાં ગઇકાલે મોડી રાત્રે બનેલા આગના બનાવમાં મુખ્યમંત્રી વિજય પાણીએ બે સનદી અધિકારીઓને વિશેષ તપાસ સોંપી છે. અને ન્યાયિક તપાસ સોપવા ની દિશામા આદેશ આપ્યા છે.

 


ભચ કોવિડ હોસ્પિટલની આગ દુર્ઘટનાની  તપાસ માટે  બે સિનિયર આઇ એ એસ અધિકારીઓ  શ્રમ રોજગાર ના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા અને  કમિશનર મ્યુનિસિપાલીટીઝ એડમિનિસ્ટ્રેશન રાજકુમાર બેનીવાલ ને ભચ  તાત્કાલિક પહોંચવા અને આ ઘટનાની તપાસ કરવા ના આદેશ કર્યા છે રાય સરકાર આ  દુર્ઘટના ની ન્યાયિક તપાસ  સોંપવાની દિશામાં પણ કાર્યવાહી કરી રહી છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS