લવ જેહાદનો કાયદો ગુરૂવારે ગૃહમાં રજુ થશે

  • March 27, 2021 02:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી ગુવારે ગુજરાત વિધાનસભામાં ધર્મ સ્વાતંત્ર અધિનિયમ 2003માં સુધારા કરીને પ્રલોભન, બળજબરી, ગેરરજૂઆત અથવા બીજા કોઈ કપટયુકત સાધન મારફત ધર્મ પરિવર્તન કરાયું હોવાનું જણાશે તો તેવા કિસ્સામાં દંડ અને સજાની જોગવાઈ વધુ આકરી બનાવવામાં આવશે. આમ તો આ સમગ્ર સુધારો લવ જેહાદની પ્રવૃતિ રોકવા માટે છે. ઉતર પ્રદેશની પેટર્ન મુજબ લવ જેહાદ સામે કાયદામાં મોટો સુધારો આવી રહ્યો છે અને તેની જોગવાઈ મુજબ કસુરવાન વ્યક્તિને ઓછામાં ઓછી ત્રણ વર્ષની અને વધુમાં વધુ પાંચ વર્ષની સજા-2 લાખની ઓછો નહીં તેટલો દંડ કરવામાં આવશે. જો આ પ્રકારનો ગુનો સગીર, અથવા અનુસૂચિત જાતિ-આદિ જાતિની વ્યક્તિના કિસ્સામાં બન્યું હશે તો 4 વર્ષથી 7 વર્ષ સુધીની સજા અને 3 લાખથી ઓછો નહીં તેટલો દંડ કરવામાં આવશે.

 


ગુજરાત સરકાર ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ ની માફક લવજેહાદનો કાયદો લાવવાની તૈયારી પૂર્ણ કરી દીધી છે વિધાનસભાના છેલ્લા દિવસે આ કાયદો પસાર કરવામાં આવશે અને ગુજરાતમાં લવ જેહાદના નામે ચાલતી વટામણ ની પ્રવૃત્તિ પર રોક લગાવશે. આ લવજેહાદનો કાયદો ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021 ના નામે વિધાનસભામાં દાખલ કરવામાં આવશે.

 


ગુજરાત સરકાર દ્વારા લગ્નની લાલચ આપીને ધર્મપરિવર્તન અને લઈને મહત્વની કાયદાકીય જોગવાઇઓમાં સુધારો કરવામાં આવનાર છે. આ અંગે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2021 મા સુધારો કરતા બિલને મંજૂરી આપી દેવામાં આવી છે. જે વિધાનસભાના છેલ્લા દિવસે ગૃહમાં રજૂ કરવામાં આવશે.
ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003 થી પ્રલોભન ,બળજબરીપૂર્વક અથવા ગેર રજૂઆત અથવા કોઈ બીજા કપટ યુક્ત સાધનો મારફતે કરાયેલા ધર્મ પરિવર્તનની તજવીજ કરવા ધાર્યું છે. તેમ છતાં સારી જીવનશૈલી દેવીકૃપા નો વાયદો કરી અને ખોટા નામ ધારણ કરીને ધર્મ પરિવર્તનના બનાવો બની રહ્યા છે.હાલમાં  ધર્મ પરિવર્તનના હેતુ માટે સ્ત્રીઓને લગ્ન માટે લલચાવાના બનાવો વધતા રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

 


લગ્ન કરીને અથવા કોઈ વ્યક્તિના લગ્ન કરાવીને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મૂકવાનો જરૂરી  લાગ્યું છે આથી રાજ્ય સરકાર દ્વારા આ જોગવાઈઓ દાખલ કરવામાં આવી છે.

 


આવા લવજેહાદના કિસ્સામાં નવી કલમ 3ક દાખલ કરવામાં આવનાર છે જેને લઇને વ્યક્તિ વિરુદ્ધ નારાજ થયેલી વ્યક્તિ તેના માતા-પિતા ભાઈ-બહેન અથવા લોહીના સગપણ થી લગ્ન અથવા દત્તક વિધાન નથી પણ ધરાવતી કોઇ અન્ય વ્યક્તિ હકુમત ધરાવતા પોલીસ મથકમાં પ્રથમ માહિતી નો અહેવાલ આપતાની સાથે જ એફઆઈઆર દાખલ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

 


લવજેહાદના કિસ્સામાં કેટલીક વ્યક્તિઓ ગુનો કરવામાં મદદગારી કરનાર  સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને પગલા લેવામાં આવશે કેટલાક કિસ્સામાં બિનજામીનપાત્ર ગુનો પણ બનશે. આ માટેની તપાસ નાયબ પોલીસ અધિક્ષક થી ઉતરતા દરજ્જાના હોય તેવા અધિકારી કરી શકશે નહીં તેવી જોગવાઈ પણ વિશેષ રીતે કરવામાં આવી છે.

 


નવી કલમ-4 થી કોઈ વ્યક્તિના લગ્ન કરાવીને અથવા કોઈ વ્યક્તિને લગ્ન કરાવવામાં મદદ કરીને ધર્મ પરિવર્તન એકમાત્ર હેતુ ના સંબંધમાં શિક્ષાની જોગવાઇ કરવામાં આવી છે ગેરકાયદેસર ધર્મ પરિવર્તન દ્વારા લગ્ન સંસ્થા અને સંગઠને કરેલા ગુના સાબિત થાય તેવા કિસ્સામાં બિન જામીનપાત્ર ગુનો બનશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS