બંગાળની ખાડીનું લો પ્રેસર વાવાઝોડામાં પરિવર્તિત થવાની ભીતિ, 22 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની અને તોફાની પવન ફૂંકાવાની આગાહી

  • July 18, 2021 09:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી તારીખ 21 ના રોજ બંગાળની ખાડીમાં નોર્થ ઈસ્ટ દિશામાં લો પ્રેશર ઉભું થવાનું છે એવી સત્તાવાર જાહેરાત ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા આજે સવારે કરવામાં આવી છે. હવામાન શાસ્ત્રીઓ ના જણાવ્યા મુજબ સામાન્ય રીતે જુલાઈ માસમાં વાવાઝોડા ઉદ્ભવતા નથી પરંતુ બંગાળની ખાડીમાં દરિયાનું તાપમાન,વર્ટિકલ વિન્ડ શેર, પવનની ગતિ અને પવનની દિશા દર્શાવી રહ્યા છે કે આ લો પ્રેસર કદાચ વાવાઝોડામાં પરિવર્તિત થાય તો નવાઈ નહીં.

 

હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં દરિયાનું તાપમાન ૨૯ થી ૩૦ ડીગ્રી વચ્ચે છે. વર્ટિકલ વિન્ડ શેર ૧૦થી ૧૨.૫ નોટસ છે. અને આ તમામ બાબતો વાવાઝોડું ઉભુ કરવા માટે પૂરતી છે.

 

હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા મુજબ વાવાઝોડું આવે કે ના આવે, ઓડીસા આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ પોંડિચેરી સહિતના રાજ્યોમાં તારીખ 19 થી 22 દરમ્યાન ભારેથી અતિભારે વરસાદની અને તોફાની પવન ફૂંકાવાની શક્યતા છે. મધ્ય ભારત અને તેને સંલગ્ન પૂર્વ ભારતના વિસ્તારોમાં અને પશ્ચિમ વિસ્તારોમાં દરિયાકાંઠે પણ આ સમયગાળા દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. આંધ્ર પ્રદેશ કર્ણાટક અને ઓડિશામાં ભારે વરસાદની વધુ સંભાવના છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021