7.2ની તીવ્રતાના ભૂકંપથી હચમચ્યું ન્યૂઝીલેન્ડ: સુનામીની ચેતવણી જાહેર

  • March 05, 2021 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરકારે કાંઠા વિસ્તારોમાં રહેતા લોકોને ઊંચા સ્થાન પર જતા રહેવાની સલાહ આપી



ન્યૂઝીલેન્ડમાં 7.2 તીવ્રતાનો ભૂંકપ આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. ન્યૂઝીલેન્ડના પૂર્વમાં આવેલા નોર્થ આઈલેન્ડમાં 7.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને ત્યારબાદ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. સરકાર દ્વારા દરિયાકાંઠના વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક ઊંચા સ્થાને જતા રહેવાની સલાહ આપી છે.

 


જોકે, ભૂકંપમાં કોઈ જાનહાનિના અહેવાલ આવ્યા નથી પરંતુ નેશનલ ઈમર્જન્સી મેનેજમેન્ટ એજન્સી (એનઈએમએ)એ જણાવ્યું હતું કે, નોર્થ આઈલેન્ડના પૂર્વ કાંઠામાં ચેતવણી આપવામાં આવી છે. નોંધનીય છે કે એપિસેન્ટરથી સૌથી નજીકનું મોટું શહેર ગિસબોર્ન છે જેની વસ્તી 35,500 છે. કેપ રનવેથી તોલાગા બે સુધી કાંઠાની નજીકના લોકોને ત્યાંથી ખસેડવાનું કહેવામાં આવ્યું છે.

 


ન્યૂઝીલેન્ડ સરકારના સિસ્મિક મોનિટર જીઓનેટ પર ભૂકંપ્ની તીવ્રતા 7.2 નોંધાયી હતી. 60,000થી વધુ લોકોએ ભૂકંપ્નો અનુભવ કર્યો હતો. જેમાં 282 લોકોએ ભૂકંપ્ની તીવ્રતાને ગંભીર ગણાવી હતી જ્યારે 75 લોકોએ અત્યંત ગંભીર ગણવાી હતી. આ વિસ્તારમાં હજી પણ આફ્ટરશોક અનુભવવામાં આવી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application