કોરોના પર મહામંથન: તોળાતા પ્રતિબંધો

  • March 17, 2021 02:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં કોરોના વાયરસની મહામારીની બીજી વેવ વધારેને વધારે ડરાવી રહી છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે આજે આ મહામારી ઉપર ફરી મહામંથન કર્યું છે. આજે વડાપ્રધાને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી છે અને; સુત્રોની વાત માનવામાં આવે તો કેટલાક રાજ્યોમાં લોકડાઉન, કરફ્યુ, સહિતના પ્રતિબંધો તોળાઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં 17,000 કરતા વધારે નવા કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રને કેન્દ્ર સરકારે બીજી વેવની શરુઆત ગણાવી છે. સ્થિતિને જોતા માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ આખા દેશમાં જરુરી જણાય ત્યાં કડક પગલા ભરવામાં આવી રહ્યા છે.

 


આખા દેશમાં કોરોનાના વધુ 24,292 પોઝિટિવ કેસ સાથે કુલ દર્દીઓની સંખ્યા 1.14 કરોડને પાર થઈ ગઈ છે. જ્યારે વધુ 131 લોકોએ  જીવ ગુમાવ્યો હતો. હવે પાછલા 24 કલાકના આંકડા કેવા રહે છે તે ટૂંક સમયમાં ખબર પડશે. આ સાથે કોરોનાના કારણે મૃત્યુ પામનારા દર્દીઓનો આંકડો 1.58 લાખને પાર થઈ ગયો છે. ભારતમાં એક્ટિવ કેસનો આંકડો 2.23ને પાર થઈ ગયો છે.

 


સ્થિતિને જોતા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોનાના વધતા કેસ મામલે ચચર્િ કરશે. . આ જ પ્રકારની બેઠકો પાછલા વર્ષે દેશમાં કોરોનાની સ્થિતિ વકરી હતી ત્યારે કરવામાં આવતી હતી. જેના આધારે રાજ્યો દ્વારા જરુરી પગલા ભરવામાં આવતા હતા અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ ગાઈડલાઈન્સ તૈયાર કરવામાં આવી હતી. જેમાં ઘણાં નિયંત્રણો લગાવવામાં આવ્યા હતા.

 


લોકો દ્વારા એવી ઈચ્છા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભલે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાને ડામવા માટે કડક પગલા ભરવામાં આવે પરંતુ એવો કોઈ નિર્ણય ના લેવામાં આવે કે જેના કારણે વેપાર ધંધા ઠપ્પ કરવાનો વારો આવી જાય.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS