મહંતનું ડેથ સર્ટીફીકેટ ખોટું, ડો.નિમાવત, એડવોકેટ કલોલા ફસાયા

  • June 14, 2021 07:16 PM 

મહંતની લાશ હોસ્પિટલે પહોંચ્યાને બે કલાક પહેલા જ સર્ટી આપી દીધાનો ધડાકો
 

 

રાજકોટ નજીક મોરબી રોડ પર આવેલા ખોડીયાર આશ્રમના મહતં જયરામબાપુના રહસ્યમય આપઘાતમાં અંતે સમગ્ર ઘટના પર પડદો પાડી દેવા માટે કે, આપઘાતને અકસ્માતમાં ખપાવી દેવા માટે આરંભથી જ મથેલા ડો. નિલેશ નિમાવત અને વકીલ રક્ષીત કલોલા સામે કાનૂની ગાળીયો કસાયો છે. ડોકટરે ખોટું ડેથ સર્ટીફીકેટ બનાવ્યું. જયારે વકીલ કલોલાએ સમગ્ર મામલે પડદો પાડી દેવા ભુમીકા ભજવી હોવાનું પોલીસની તપાસમાં બહાર આવતા બન્ને સામે પુર્વયોજીત કાવતરૂ, પુરાવાના નાશ કરવા સહિતની કલમોનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

 


સમગ્ર તપાસ અંગે આજે ડીસીપી પ્રવિણકુમાર મીનાએ પત્રકાર પરિષદમાં જણાવેલી વિગતો મુજબ તા.૧ના રોજ મહતં બેશુધ્ધ પડયા હોવાનું જાણ બાદ અનુયાયીઓ, ટ્રસ્ટીઓ પૈકીના વકીલ કલોલા તથા તબીબ નિમાવત સહિતના આશ્રમે પહોંચ્યા હતા. મહંતનું હાર્ટએટેકથી મોત થયાનું ડેથ સર્ટીફીકેટ ડો. નિમાવતની દેવ હોસ્પિટલ ખાતેથી બનાવવામાં આવ્યું હતું. જે સર્ટીફીકેટ પોલીસે કબજે કયુ હતું.

 


ડેથ સર્ટીફીકેટ અને તબીબની ભુમીકાની કરાયેલી તલસ્પર્શી તપાસમાં પોલીસને એવી વિગતો જાણવા મળી હતી કે, હોસ્પિટલમાં મહંતને સવારે ૬ વાગ્યે લઈ દાખલ કરાયા હતા અને ૮.૧૫ વાગ્યે મોત નિપજયાનું ડેથ સર્ટીફીકેટમાં જાહેર કરાયું હતું. બીજી તરફ મહંતની લાશ સવારે ૧૦.૩૦ વાગ્યા બાદ આશ્રમથી હોસ્પિટલે લઈ જવાઈ હતી. પ્રારંભે જ ડેથ સર્ટીફીકેટમાં જ ખોટો ટાઈમ નાખીને સમગ્ર ઘટનાને દબાવી દેવાનો પ્રયાસ થયાનું બહાર આવ્યું હતું.

 


આવી જ રીતે બનાવના આગલા દિવસે તા.૩૦૫ના રોજ આશ્રમના ટ્રસ્ટી વકીલ કલોલા આરોપી વિક્રમ ભરવાડ સાથે આશ્રમમાં આવે છે અને કલોલાની હાજરીમાં જ વિક્રમ દ્રારા જયરામદાસ બાપુને લાકડીથી માર મારવામાં આવ્યો હતો. મહંતે આશ્રમના ઉપરના માળે આપઘાત કર્યેા હતો. ત્યાં ઉપરના રૂમની સાફસફાઈ કરવાની વકીલ રક્ષીત કલોલાએ સુચના આપી હતી. મહંતે લખેલી સ્યુસાઈડ નોટ પણ કલોલાએ પોતાના કબજામાં રાખી લીધી હતી.

 


પુરાવાને લઈને બન્ને બુધ્ધિજીવી ડો. નિમાવત અને કલોલાએ મળી મહંતની આપઘાતની ઘટનાને કુદરતી મોતમાં ખપાવી દેવાનો પ્રયાસ કર્યેા હતો જેથી બન્ને સામે ગુનાહીત કાવતરાની અને પુરાવાનો નાશ કરવો, બોગસ દસ્તાવેજી પુરાવા ઉભા કરવા સહિતની કલમો ફરિયાદમાં ઉમેરવા તજવીજ હાથ ધરાઈ છે. આમ અત્યાર સુધી પોલીસને તપાસના પહેરામાંથી બહાર રહેલા તબીબ અને વકીલ બન્ને કાનૂની સકંજામાં ફસાયા છે. આરોપી અલ્પેશ અને હિતેષ જાદવે મહતં પાસેથી નાણા પડાવી ખરીદેલા હીટાચી બોલેરો તેમજ સ્વીફટ કાર કબજે કરવામાં આવી છે. પોલીસની ચાર ટીમ બનાવી હોવા છતાં હજુ એકપણ આરોપી પોલીસના ગીરફતમાં આવ્યો નથી.

 

 

યુવતી સાથે સેકસ્યુઅલ રીલેશન હોવાનું કહી ન શકાય: ડીસીપી
મહંતની યુવતી સાથેની કલીપ બાબતે ડીસીપી મીનાએ કહ્યું હતું કે, યુવતીએ પોતે જ નિવેદનમાં જણાવ્યું છે કે, મહતં સાથે સેકસ્યુઅલ રીલેશન બાંધેલા ન હતા. મહતં રાત્રે રોકાણ કરવા તેમજ અન્ય રીતે હેરાન કરતા હોવાથી છૂટકારો મેળવવા કલીપ બનાવાઈ હતી.

 

 


મહંતના મોતની તટસ્થ તપાસ કરવા અખિલ ભારતીય સતં સમિતિની માગ
મહંતનું મોત પ્રથમથી જ રહસ્યમય બન્યું હતું. હવે આ ઘટના સંદર્ભે સાધુ–સંતો પણ મેદાને આવ્યા છે. અખીલ ભારતીય સતં સમિતિના નેજા હેઠળ અધ્યક્ષ નૌતમ સ્વામી સાથે સાધુ–સંતોનું એક પ્રતિનિધિ મંડળ આજે પોલીસ કમિશનર કચેરી ખાતે દોડી આવ્યુંં હતું અને તેઓએ સમગ્ર ઘટનામાં મહંતને મોત માટે મજબૂર કરનાર કોઈપણ વ્યકિતઓને નહીં છોડવા કે, શેહશરમ વિના તપાસ કરવા માટેની માગણી સાથે હત્યાનો ગુનો નોંધવાની પણ માગણી કરી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS