મહારાષ્ટ્ર મેઘતાંડવ : ૧૩૬ લોકોના મોત, સૌથી વધુ તારાજી રાયગઢમાં, હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ

  • July 24, 2021 09:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્રમાં પાછલા બે દિવસથી વરસાદ જાણે જળ પ્રલય કરવો હોય તેમ તબાહી મચાવી રહ્યો છે. ભારે વરસાદના કારણે ઠેકઠેકાણે થયેલા ભૂસ્ખલનમાં ૧૩૬ લોકોના મોત થયા છે. જ્યારે પુણે મંડળમાં આવતા પુણે, કોલ્હાપુર, સાંગલી અને સતારા જિલ્લાના અનેક વિસ્તારોમંથી 84,452 લોકોને સુરક્ષિત સ્થાને સ્થળાંતર કરવામાં આવ્યા હતા. રાયગડની જેમ સતારા જિલ્લામાં પણ ભારે વરસાદથી પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ બની છે અને અનેક લોકો ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત બન્યા છે. તેવામાં હવામાન વિભાગે સાંજે મહારાષ્ટ્રના સતારા જિલ્લા માટે એક નવું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આગામી 24 કલાક જિલ્લાના ઉંચાઈવાળા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા તંત્ર એક્ટિવ બન્યું છે અને નિચાણવાળા વિસ્તારો સહિત ભૂસ્ખલનનું જોખમ હોય તેવા વિસ્તારોમાંથી લોકોને દૂર ખસવા માટે કહેવાયું છે.ભારતીય હવામાન વિભાગે પણ સતારા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી 24 કલાક કાંઠા વિસ્તાર કોંકણના રાયગઢ, રત્નાગીરી અને સિંધુદુર્ગ જિલ્લાની સાથે પશ્ચિમ મહારાષ્ટ્રના પૂણે, સતારા અને કોલ્હાપુર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

 

પશ્ચિમ મહારાષ્ટ્રના પૂણે મંડળમાં ભારે વરસાદ અને નદીઓમાં આવેલા પૂરથી લગભગ 84 હજાર 452 લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડી દેવામાં આવ્યા છે. જેમાં 40 હજારથી વધુ લોકો કોલ્હાપુર જિલ્લાના છે. પૂણે અને કોલ્હાપુરની સાથે મંડળમાં સાંગલી અને સતારા જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ અને ભુસ્ખલનથી સતારા પણ ખુબ જ પ્રભાવિત થયું છે.

 

સૌથી વધુ રાયગડ જિલ્લામાં 59, રત્નાગિરીમાં 25, સિંધુદુર્ગમાં 1 અને સતારા જિલ્લામાં 14 લોકોના મોત થયા છે. મેઘતાંડવની વચ્ચે હવામાન વિભાગે પણ સતારા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરી દીધુ છે. અને આગામી 24 કલાક લોકોને પર્વતીય સ્થળોમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે.

 

અધિકારીઓના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં છેલ્લા 48 કલાકમાં મૃતકોની સંખ્યા વધીને 129 પર પહોંચી ગઈ છે. સૌથી વધુ મૃત્યુ રાયગઢ અને સતારા જિલ્લામાં થઈ છે. એટલુ જ નહી ભુસ્ખલન સિવાય ઘણા લોકો પૂરમાં તણાયા પણ છે.

 

આ તરફ રત્નાગીરી જિલ્લામાં પણ ભુસ્ખલન થયા બાદ 10 લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે. એટલુ જ નહી કોલ્હાપુર શહેરની પાસે પંચગંગા નદી 2019માં આવેલ પૂરની સ્થિતિએ વધુ છે. NDRFની અલગ અલગ ટીમો, પોલીસ અને જિલ્લા પ્રશાસને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે.

 

અધિકારીઓએ જણાવ્યું કે ભારતીય થળ સેના અને નૌસેનાની છ ટીમો આજે સવારથી જ બચાવ કામગીરીમાં લાગી ગઈ છે. મહારાષ્ટ્રમાં આવેલા વિનાશક પુરથી 54 ગામ પ્રભાવિત થયા છે. જ્યારે 821 ગામ આંશિક રૂપથી પ્રભાવિત થયા છે. ફક્ત કોલ્હાપુર જિલ્લાના પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 40 હજાર 882 લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડી દેવામાં આવ્યા છે.

 

તો કોલ્હાપુર જિલ્લામાં પૂરને લીધે 10 રાજ્ય ધોરી માર્ગો સહિત ઓછામાં ઓછા 39 રસ્તાઓ બંધ થઈ ગયા છે. મહારાષ્ટ્ર સરકારે પણ ભુસ્ખલનમાં મૃત્યુ પામેલાના પરિવારજનોને પાંચ પાંચ લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS