ભારતના જીડીપીમાં મહારાષ્ટ્રનો હિસ્સો પ્રથમક્રમે, ગુજરાત પાંચમાક્રમે છે

  • June 21, 2021 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાડોશી રાજ્યનું યોગદાન 14 ટકા છે, ટોચનાપાંચ રાજ્યોનો કુલ હિસ્સો 46.6 ટકા



ભારત સરકારની એક ઇકોનોમિક સંસ્થાના અહેવાલ પ્રમાણે ભારતના જીડીપીમાં મહારાષ્ટ્રનું યોગદાન ટોચક્રમે છે. આ રાજ્યએ વર્ષોથી તેનું સ્થાન જાળવી રાખ્યું છે. મહારાષ્ટ્રનો જીડીપી હિસ્સો 14 ટકા જેટલો જોવા મળે છે. એટલે કે રાજ્યનો સૌથી વધુ જીડીપી 29.08 લાખ કરોડ છે.

 


બીજાક્રમે 20.54 લાખ સાથે તામિલનાડુ, ત્રીજાક્રમે 17.05 લાખ કરોડ સાથે ઉત્તરપ્રદેશ, ચોથાક્રમે 16.65 લાખ કરોડ સાથે કણર્ટિક અને પાંચમાક્રમે 19.49 લાખ કરોડ સાથે ગુજરાત આવે છે. ભારતના ટોચના પાંચ રાજ્યોનો જીડીપી હિસ્સો 46.6 ટકા જેટલો વિક્રમી છે, જ્યારે દક્ષિણ ભારતના પાંચ રાજ્યોનો હિસ્સો 30 ટકા થવા જાય છે.

 


દેશમાં 33મા ક્રમે આંદામાન નિકોબાર આવે છે કે જ્યાં જીડીપી 0.088 લાખ કરોડ છે. ગુજરાત સરકારે તેના બજેટ દસ્તાવેજમાં કહ્યું હતું કે વર્ષ 2020-21માં રાજ્યનો જીએસડીપી 18.84 લાખ કરોડ રહેશે પરંતુ આ ટારગેટ કોરોના સંક્રમણે તોડી નાંખ્યા છે અને તે 15 લાખ કરોડ જેટલો થયો હોવાનું અનુમાન છે. ભારતના 33 રાજ્યોનો કુલ જીડીપી હિસ્સો 203.85 લાખ કરોડ જેટલો થવા જાય છે.

 


વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકાની છે. યુએસનો કુલ જીડીપી 21.44 લાખ કરોડ ડોલર છે જે ચીનની સરખામણીએ બે ગણી છે. જ્યારે ચીનનો જીડીપી 14.14 લાખ કરોડ ડોલર, જાપાનનો 5.15 લાખ કરોડ ડોલર, જર્મનીનો 3.86 લાખ કરોડ ડોલર અને ભારતનો 2.97 લાખ કરોડ ડોલર છે. વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યુના 2020ના રિપોર્ટ પ્રમાણે ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021