મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 16620 નવા કેસ

  • March 15, 2021 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુંબઈમાં એક દિવસમાં 1963થી વધુ કેસ: લાતુરમાં નાઈટ કરફ્યુ: નાગપુરમાં 7 દિવસ સુધી સખત નિયંત્રણો

 રાજ્યમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 23,14,413 સુધી પહોંચ્યો છે. રવિવારે રાજ્યમાં કોરોનાનો આંકડો પાંચેક મહિના બાદ 16,620 આવ્યો હતો અને મુંબઈનો આંકડો લગભગ 2000 નજીક 1963 થઈ ગયો હતો. જો કે, રાહતની વાત એ હતી કે સાજા થઈને ઘરે જનારાની સંખ્યા પણ 8,861 નોંધાઈ હતી. રોજ વધતા કેસને લીધે એક્ટિવ કેસની સંખ્યા 1,26,231 થઈ છે. મુંબઈમાં શનિવારે કોરોનાના કેસ 1709 હતા જે રવિવારે વધીને સીધા 1963 નોંધાયા હતા. મુંબઈમાં પણ એક્ટિવ કેસ, 12,235 થયા છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં 3676 નવા કેસ અને 11 મૃત્યુ, નાશિક ડિવિઝનમાં 2776 નવા કેસ અને ત્રણ મૃત્યુ, પૂણે ડિવિઝનમાં નવા 3609 કેસ અને 16 મૃત્યુ, આકોલા ડિવિઝનમાં 1388 નવા કેસ અને બે મૃત્યુ, નાગપુર ડિવિઝનમાં 2862 નવા કેસ અને 12 મૃત્યુ નોંધાયા હતા. પુણેમાં હાલમાં 25,673 એક્ટિવ કેસ છે, નાશિકમાં 7688, નાગપુરમાં 16,964 એક્ટિવ કેસ છે. રાજ્યમાં મૃત્યાંક પણ ઉંચો ઝઈ રહ્યો છે. રવિવારે 50 મૃત્યુ નોંધાયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS