મમતા બેનરજીએ સાડીને બદલે બરમૂડો પહેરવો જોઈએ, પગ સારા દેખાશે: દિલીપ ઘોષ

  • March 25, 2021 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પચ્છિમ બંગાળના ભાજપના અધ્યક્ષના વિવાદીત નિવેદનથી રાજકીય માહોલ ગરમાયોપશ્ચિમ બંગાળ ભાજપ્ના અધ્યક્ષ દિલીપ ઘોષ તેના વિવાદાસ્પદ નિવેદનોને લઈ જાણીતા છે. હવે વધુ એક વખત મમતા બેનરજીના મુદ્દે દિલીપ ઘોષની જીભ લપસી છે. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીના મુદ્દે વિવાદીત નિવેદન કરીને ઘોષ ફસાયા છે. તાજેતરમાં જ એક જાહેસભામાં દિલીપ ઘોષે મમતા બેનરજીને નંદીગ્રામમાં થયેલી ઈજાને લઈને કટાક્ષ કરતા કહ્યું કે તેમણે સાડીને બદલે બરમૂડો પહેરવો જોઈએ. આમ કરવાથી તેમના પગ વધુ સારી રીતે દેખાશે.

 


તૃણમૂલ કોંગ્રેસે પોતાના ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડયોમાં દિલીપ ઘોષ ભાષણ આપતા જોવા મળે છે. દિલીપ ઘોષ કહી રહ્યા છે , પ્લાસ્ટર કપાઈ ગયું. ત્યારપછી પટ્ટી લગાવવામાં આવી છે. પગ ઉપાડીને બધાને બતાવી રહ્યા છે. સાડી પહેરી છે. એક પગ ખુલ્લો છે અને બીજો ઢાંકેલો છે. આવી રીતે સાડી પહેરીને અગાઉ કોઈને નથી જોયા. જો પગ બહાર જ રાખવો હોય તો સાડી શા માટે પહેરો છો બરમૂડો પહેરી શકો છો. જેથી પગ સરસ દેખાશે.

 


ટીએમસીએ વળતો પ્રહાર કરતા દિલીપ ઘોષ પર નિશાન સાધ્યું હતું. ટીએમસીએ જણાવ્યું કે, એક મુખ્યમંત્રી માટે આ પ્રકારનું નિવેદન નિંદનીય છે. બંગાળ ભાજપ્ના અધ્યક્ષ મહિલાઓનું સમ્માન નથી કરી રહ્યા. બંગાળની માતા-બહેનો મમતા બેનરજીના આ અપમાનનો યોગ્ય જવાબ આપશે.

 


ટીએમસીના સાંસદ મહુઆ મોઈત્રાએ ટ્વીટ કરીને કહ્યું કે, પશ્ચિમ બંગાળના અધ્યક્ષે જાહેરસભામાં પૂછ્યું કે શા માટે મમતા દીદીએ સાડી પહેરી છે, પોતાના પગ વધુ સારી રીતે દેખાડવા બરમૂડો પહેરવો જોઈએ અને આ વાંદરાઓને લાગે છે કે તેઓ બંગાળ જીતી રહ્યા છે?


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application