મેન કાઈન્ડ ફાર્મા કંપની કોરોના યોદ્ધાના પરિજનોને કરશે 100 કરોડની મદદ

  • April 27, 2021 08:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં કોરોના વાયરસના કારણે ચારે તરફથી મુશ્કેલીઓ આવી રહી છે ત્યારે મદદ કરનાર લોકોની સંખ્યા પણ વધી રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા ગ્રુપ, જિંદાલ ગ્રુપ, જેએસડબ્લ્યુ સ્ટીલ, સરકારી અને ખાનગી સ્ટીલ પ્લાન્ટ્સ પછી હવે મેનકાઇન્ડ ફાર્માએ મદદનો હાથ લંબાવ્યો છે. કંપનીએ કહ્યું છે કે તે કોરોના સામેની લડતમાં પોતાનો જીવ ગુમાવનારા ડોકટરો, પોલીસ અધિકારીઓ, ફાર્માસિસ્ટ્સ અને અન્ય આરોગ્ય કર્મચારીઓના પરિવારોને 100 કરોડ રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડશે.

 

 

મેનકાઈન્ડ ફાર્માએ જણાવ્યું હતું કે, કંપની તાત્કાલિક અસરથી ભંડોળને આપવાની યોજના પર કામ કરી રહી છે. આ પ્રક્રિયા પૂર્ણ થવા માટે વધુમાં વધુ ત્રણ મહિનાનો સમય લાગી શકે છે. કંપનીએ કહ્યું કે દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ઘાતક બની રહી છે. આવી સ્થિતિમાં આરોગ્ય કર્મચારીઓ અને અન્ય ફ્રન્ટલાઈન કાર્યકરો તેને રોકવા માટે સખત મહેનત કરી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન તેમાંથી ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. એક જવાબદાર સંસ્થા તરીકે મેનકાઈન્ડ ફાર્મા તે 'હીરો' ના પરિવાર સાથે ઊભી છે. કંપની તેમના પરિવારોને મદદ કરવા 100 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપશે.
 

 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS