સુરતથી ભાવનગર આવી રહેલી પરણિતા પર ખાનગી બસમાં શખ્સે દુષ્કર્મ આચર્યુ

  • February 26, 2021 02:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પરણિતાએ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા મહિલા પોસઈ મોર્યએ હાથ ધરેલી તપાસ


સુરતથી ભાવનગર પતિને મળવા લકઝરી બસમાં આવતી પરણિતા પર તેની સાથે આવેલા શખ્સે છરીની અણીએ દુષ્કર્મ આચયર્નિી ફરિયાદ નોંધાવાઈ હતી. પાંડેસરા પોલીસ મથકના મહિલા પોસઈ મોર્ય પાસેથી ઉપલબ્ધ વિગતો મુજબ સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી પરણિતાનો પતિ કોઈ તાંત્રીકની સાથે પૈસાનો વરસાદ કરવાની વાતથી અંજાઈને સુરતથી ભાવનગર આવ્યો હતો જે દરમ્યાન તાંત્રિકનો ભાંડો ફુટી જતાં તાંત્રિક નાસી છુટ્યો હતો જ્યારે પરણિતાનો પતિ પકડાઈ જતાં નાણા ગુમાવનાર શખસે પોતાના નાણાં પરત મળે તો જ પરણિતાના પતિને મુક્ત કરવાની શરત મુકતા પરણિતાએ ભાવનગર પતિને મળવા જવાની વાત તેણીનો પરિચીત એવો શશી જીતેન્દ્ર સોની (રે. દેવેન્દ્રનગર, ગોવાલક રોડ)ને વાત કરતાં શશીએ તેણીને આ મામલે મદદ કરવાની તૈયારી દશર્વિી તેણીની સાથે ભાવનગર આવવાનું કહેતા બન્ને સુરતથી સ્લીપર લકઝરી બસમાં ભાવનગર આવી રહ્યા હતાં ત્યારે શશી જીતેન્દ્ર સોનીએ પરણિતાને છરી બતાવી ધમકી આપી તેણી પર દુષ્કર્મ આચયર્િ અંગેની ફરિયાદ પરણિતાએ નોંધાવી હતી.5 સંતાનો ધરાવતી પરણિતાએ નોંધાવેલી ફરિયાદના પગલે પાંડેસરા પોલીસ મથકના મહિલા પોસઈ મોર્યએ શશી જીતેન્દ્ર સોનીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.

 

 

 

દુષ્કર્મ આચરનાર શખ્સ પરણિતા સાથે પરિચય ધરાવતો હતો
દુષ્કર્મની ફરિયાદ નોંધાવાતા 2 પરણિતા સુરતના પાંડેસરા વિસ્તારમાં ચાની કીટલી ધરાવતી હોવાનું જ્યારે દુષ્કર્મ આચરનાર શશી જીતેન્દ્ર સોલંકી આજ વિસ્તારમાં ટેલર તરીકે કામ કરતો હોય ચા પીવા માટે પરણિતાની કીટલી પર આવતો હોવાથી બન્ને એકબીજાથી પરિચિત હોવાથી પરણિતાએ પોતાના પતિ સાથે ઘટેલી ઘટના અંગે વાકેફ કરતાં શશી જીતેન્દ્ર સોની એ તેણીની સાથે ભાવનગર જવાની ઈચ્છા વ્યક્ત કરતા પરણિતાએ બંન્નેની ભાવનગર માટેની ટિકીટ બુક કરાવી સ્લીપર લકઝરી બસમાં ગોટીલા વાડીથી બેઠા હોવાનું જાણવા મળ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS