મોતના તાંડવ સામે મનપાતત્રં વામણુ: ૧૮ સ્મશાન અને ૭૬ ખાટલા

  • April 23, 2021 04:43 AM 

રાજકોટ શહેરમાં કોરોના વાયરસના સંક્રમણે હાહાકાર મચાવતા મોતનું તાંડવ શરૂ થઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. સ્મશાનો ઓછા પડવા લાગતા આજુબાજુના ગામોના સ્મશાનોનો ઉપયોગ શરૂ કરાયો છે પરંતુ તે પણ ઓછો પડતા હવે સ્મશાનોમાં ખાટલાની સંખ્યા વધારવામાં આવી છે. દરમિયાન આજે મેયર ડો.પ્રદીપભાઈ ડવે તાકિદની બેઠક બોલાવીને સ્મશાનોની સ્થિતિની અને મૃતદેહોના નિકાલની વિગતો મેળવી હતી. આજે બપોરની સ્થિતિએ શહેરમાં ૧૮ સ્મશાન કાર્યરત છે અને તેમાં કુલ ૭૬ ખાટલા પર મૃતદેહોને અિદાહ આપવામાં આવી રહ્યો છે.

 

 

તાજેતરમાં ન્યારી–૧ ડેમ પર વાગુદળ નજીક કોવિડ મૃતદેહો માટે ૧૫ ખાટલા સાથેનું સ્મશાન શરૂ કરવામાં આવ્યું છે. શહેરમાં હાલની સ્થિતિએ કોવિડ મૃતદેહો માટે ૭ સ્મશાન કાર્યરત છે જેમાં (૧) રામનાથપરા સ્મશાન (૨) બાપુનગર સ્મશાન, ૮૦ ફટ રોડ, સોરઠિયાવાડી સર્કલથી આગળ (૩) મોટામવા સ્મશાન (૪) મવડી સ્મશાન (૫) બેડી ગામનું સ્મશાન (૬) નવાગામનું સ્મશાન અને (૭) ન્યારી ડેમ પાસે વાગુદળ રોડ પર બનાવાયેલું સ્મશાન. આ તમામ સાત સ્મશાનમાં પાંચ ઈલેકટ્રીક ભઠ્ઠી અને એક ગેસ આધારિત ભઠ્ઠી તેમજ લાકડાથી ચાલતી અન્ય ભઠ્ઠીઓ સહિત કુલ ૪૭ ભઠ્ઠીઓ પર કોવિડથી મૃત્યુ પામેલાઓના મૃતદેહોને અિદાહ આપવામાં આવી રહ્યો છે. લગભગ આ તમામ સ્મશાન ૨૪ કલાક ધમધમી રહ્યા છે. આ ઉપરાંત કુદરતી રીતે મૃત્યુ પામેલા અન્ય નાગરિકો માટે રૈયા ગામ સ્મશાન, પોપટપરા સ્મશાન, નવા થોરાળા મેઈન રોડ પરનું સ્મશાન, રૂખડિયા સ્મશાન, વાવડી ગામનું સ્મશાન, કોઠારિયા ગામ રણુજા મંદિર પાસેનું સ્મશાન, રામનાથપરામાં સિંધી સમાજનું સ્મશાન ગૃહ, કણકોટ પાસે રામનગરનું સ્મશાન ગૃહ, કણકોટ ગામનું સ્મશાન ગૃહ, માધાપરનું સ્મશાન ગૃહ તેમજ મોરબી રોડ પર આવેલી જય જવાન–જય કિસાન સોસાયટી પાસેનું સ્મશાન ગૃહ સહિત વિવિધ ૧૧ સ્મશાનમાં ૨૯ ખાટલા મૃતદેહોના નિકાલ માટે કાર્યરત રાખવામાં આવેલ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS