લોકડાઉન બાદ આર્થિક ભીંસમાં ફસાયેલા કારખાનેદારનો ગળાફાંસો ખાઈ આપઘાત

  • April 20, 2021 02:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના વિવેકાનંદનગરમાં ફર્નીચરનું કારખાનું લોકડાઉનમાં બંધ થઈ ગયું: યુવાને ગઢડા પાસેની કંપ્નીમાં નોકરી શ કરી પણ ફરી કેસ વધતા ત્યાંથી પણ રજા આપી દીધી: ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

 


લોકડાઉને અનેક પરિવારોની આર્થિક હાલત કફોડી કરી નાખી છે અને હજુ પણ લોકડાઉનની ગંભીર અસરના પરિણામો સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં દેવપરા શાક માર્કેટ પાસે રહેતા યુવાને લોકડાઉન બાદ કારખાનું બંધ થઇ જતાં અને હાલ આર્થિક ભીંસમાં ઘેરાઈ જતા ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવાનનું વિવેકાનંદનગરમાં આવેલું કારખાનું બંધ થયા બાદ તેણે ગઢડામાં ઘરઘંટીની કંપ્નીમાં નોકરી શરૂ કરી હતી. પરંતુ કોરોનાના કેસ વધતા અહીં કંપ્નીએ પણ કર્મચારીઓને રજા આપી દીધી હોય આર્થિક મુશ્કેલીમાં ફસાઇ જતા આ પગલું ભરી લીધું હતું.કારખાનેદારના આ પગલાંથી ત્રણ સંતાનો એ પિતાની છત્રછાયા ગુમાવી હતી.

 


આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ દેવપરા શાકમાર્કેટ પાસે પટેલ બેકરીવાળી શેરીમાં રહેતા વિરેન્દ્રભાઈ રમેશભાઈ પરમાર (ઉ.વ 42) નામના લુહાર યુવાને ગઈકાલે સમીસાંજના પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં 108 ના ઇએમટી યુવાનને તપાસી તેમને મૃત જાહેર કર્યો હતો.જેથી તેમના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. દરમિયાન ભક્તિનગર પોલીસ મથકના પી.એસ.આઇ ડી.એ.ધાધંલીયાએ હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

 


બનાવની વધુ જાણવા મળતી વિગતો મુજબ આપઘાત કરી લેનાર વિરેન્દ્રભાઈ બે ભાઈ અને બે બહેનોના પરિવારમા મોટા હતા. તેમને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. વિરેન્દ્રભાઈ શહેરના વિવેકાનંદનગરમાં ઓમ નામનું ફર્નિચરનું કારખાનું ધરાવતા હતા. લોકડાઉન બાદ કારખાનું બરાબર ચાલતા તેઓને કારખાનું બંધ કરવાની ફરજ પડી હતી.

 


કારખાનું બંધ થયા બાદ વિરેન્દ્રભાઈએ પરિવારનું ગુજરાન ચલાવવા માટે ગઢડામાં આવેલી ઘરઘંટીની કંપ્નીમાં નોકરી શરૂ કરી દીધી હતી. ગાડી માંડ પાટે ચડતી હતી ત્યાં કોરોનાના કેસ વધતા કંપ્નીએ કર્મચારીઓને રજા આપી દીધી હતી. જેથી હવે આ વિકટ સ્થિતિમાં પરિવારનું ગુજરાન કેમ ચલાવવું તેની તેઓ સતત ચિંતા કરતા હતા.અને તેની ચિંતામાં જ તેમણે ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હોવાનું પ્રાથમિક તપાસના અંતે જાણવા મળ્યું હતું. બનાવના પગલે લુહાર પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

 

 

લોકડાઉનને એક વર્ષ થયું પણ મારી જિંદગી ત્યાં જ રોકાઈ ગઈ છે: હૃદયદ્રાવક સ્યુસાઈડ નોટ
લોકડાઉન બાદ આર્થિક ભીંસમાં ફસાઈ ગયેલા કારખાનેદાર યુવકે આપઘાત કરતા પૂર્વે હૃદયદ્રાવક સ્યુસાઈડ નોટ લખી હતી જેમાં તેણે લખ્યું છે કે, લોકડાઉનને એક વર્ષ પુરું થઈ ગયું છે પણ મારી જિંદગી હજુ ત્યાં જ રોકાઈ ગઈ છે. આ લોકડાઉનમાં મારું કારખાનું બંધ થઈ ગયું છે. લોકડાઉનમાં જેટલા માણસો કોરોનામાં નથી મયર્િ તેટલા માણસો સ્યુસાઈડ કરીને મરે છે પણ હા દેશની સરકાર સાચા આંકડા સામે લાવતી નથી. લોનના હપ્તા ભરવાના, ગાડીના હપ્તા ભરવાના, ક્રેડિટ કાર્ડના પૈસા ભરવાના, ધંધો ચાલતો નથી તો કયાંથી પૈસા ભરવા, ઘરમાં ખાવાનું ખૂટયું છે.

 

આ બધા હપ્તા ભરવા એક મહિનાથી છોકરો નીશાળે નથી ગયો અને આખા વર્ષની ફી ભરવાની, હં અત્યારે બહં જ આર્થિક ભીંસમાં આવી ગયો છું, મારી પત્નીને પણ કામે જવું પડે છે, અત્યાર સુધી મેં જેમ તેમ ચલાવ્યું, હવે મારાથી આ બોજ ઉપાડાતો નથી, હવે હં થાકી ગયો છું, હવે આ બધી તકલીફની પુરી થઈ જાય માટે આ પગલું ભરું છું. યુવકે સ્યુસાઈડ નોટમાં વધુમાં લખ્યું હતું કે, જ્યારે સારું હતું ત્યારે બધાએ મદદ કરી છે પણ આજે જ્યારે મારે મદદની જર છે ત્યારે કોઈ મદદ કરતું નથી, જ્યાં માગવાના ન હોય ત્યાં પણ પૈસા માગી લીધા પણ ત્યાંથી પણ જરાઈ મદદ આવી નથી. અંતમાં સ્યુસાઈડ નોટમાં લખ્યું છે મારી આત્મહત્યાની પાછળ કોઈ જવાબદાર નથી, મારું કારખાનું બંધ થઈ ગયું છે અને જ્યાં કામ કરતો હતો ત્યાં પણ ધંધો ચાલતો નથી તેથી આ પગલું ભરું છું.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS