માણાવદરમાં વાવાઝોડાથી અનેક વૃક્ષો, કેબિનોનો કડુસલો

  • May 19, 2021 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માણાવદરમાં વાવાઝોડામાં પણ શહેરમાં વીજ પુરવઠો અવિરત ચાલુ રહ્યો. તાલુકામાં પીજીવીસીએલના ૪૦થી વધુ પોલ તૂટયો. માણાવદર તાલુકામાં વાવાઝોડામાં નુકસાની થઇ છે. શહેરમાં ત્રણ કેબીનો ભારે પવન વાવાઝોડામાં ઉખેડી ફેંકી દીધી હતી. તો અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા છે. છતાં પણ શહેરમાં આ વાવાઝોડામાં વીજપુરવઠો અવિરત ચાલુ રહ્યો હતો. તે કાબિલે દાદ કામગીરી રહી છે. પીજીવીસીએલના ઇજનેર ‚પારેલીયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે વાવાઝોડામાં અમારા માટે વીજપુરવઠો ચાલુ રાખવાનો મહત્વનું હતું. ૧૫ પોલ તૂટયા તથા ૩૫૦થી વધુ લાઇટીંગ ફોલ્ટ થયા છે. વિવિધ ટીમ તાત્કાલીક કામગીરી કરી રહ્યા છે.


ગ્રામ્ય પીજીવીસીએલ બેમાં ૨૫ પોલ તૂટયા જેમાં ખેતીવાડી પુરવઠો ખોરવાયો છે, તથા સર્વિસ તૂટી છે, કામગીરી ચાલુ છે તંત્રએ આગોતરા આયોજનથી કામ પર પાડયું છે. વાવાઝોડા સમયે પીજીવીસીએલ સ્ટાફે કામગીરી ફૂંકાતા પવનમાં કરી અડીખમ સ્ટાફ ઉભો રહ્યો અને આમ જનતાને ઓછી તકલીફ થઇ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS