વીરપુર (જલારામ) પંથકમાં વાવાઝોડાની અસરથી અનેક વૃક્ષો, હોર્ડિંગ્સનો કડુસલો

  • May 19, 2021 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર ગુજરાતમાં તાઉતે વાવાઝોડાની અસર જોવા મળી રહી છે ત્યારે યાત્રાધામ વીરપુરમાં મોડી રાતે જ ભારે પવન સાથે વરસાદ પડયો હતો. જેને લઇને યાત્રાધામ વીરપુરમાં મેઇન બજારમાં ઉપર બાંધેલ મેટીના ચીંથરે હાલ થયા હતાં જયારે બસ સ્ટેન્ડ પાસે આવેલ જલારામ બાગમાં અનેક વૃક્ષો ધરાશાઇ થયા હતાં તેમજ અલગ અલગ રસ્તાઓ પર તેમજ બસ સ્ટેન્ડમાં આવેલ મોટા હોર્ડિંગસ પણ જમીનદોસ્ત થયા હતાં. વીરપુરના કાગવડ પાસે આવેલ ધ હેવન વોટરપાર્કમાં પતરા તેમજ ફેન્સી નળીયા ઉડયા હતાં. વાવાઝોડાને લઇને કોઇ મોટી જાનહાની થઇ નથી પરંતુ વાવાઝોડા સાથે વરસાદને લઇને ખેડૂતોએ વાવેલ તલ, મગ જેવા પાકોનો સાથ વળી ગયો હતો. જેને કારણે તલ, મગ જેવા પાકોનું વાવેતર કરતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS