કઈ કાર કંપનીએ બજારમાં મૂકી કારપાર્ટીશન સહિતની પ્રોડક્ટ્સ, શું છે કિંમત જાણો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


જ્યાં સુધી કોરોનાની વેક્સિંગ બજારમાં આવી નથી થતી ત્યાં સુધી કોરોના થી બચવા માટે સામાજિક અંતર જાળવી રાખવું અત્યંત જરૂરી છે. સરકારથી અને તબીબો સુધી તમામ આજ સલાહ આપી રહ્યા છે ધીરે ધીરે લોકો કોરોનાની મહામારી વચ્ચે પૂર્વવત જીવન તરફ પરત ફરી રહ્યા છે. 


કોરોના થી બચવા માટે હાલ એક જ ઉપાય છે સામાજિક અંતર જાળવી રાખવું. ઘર થી લઇ અને ઓફિસ સુધીની સફર દરમિયાન લોકો સામાજિક દુરીનું પાલન કરી રહ્યા છે. હવે દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ કોરોના થી બચાવ કરવા માટે ખાસ પ્રકારની પ્રોડક્ટ લોન્ચ કરી છે.


મારુતિ સુઝુકીએ જણાવ્યું છે કે તેમણે કોરોનાવાયરસ મહામારીની વચ્ચે પોતાના ગ્રાહકોને સુરક્ષિત રાખવા માટે નવા કવર, ડિસ્પોઝેબલ શુઝ, ફેસ વાઇઝર્સ, ડિપોઝિબલ ગેર અને કાર પાર્ટીશન વગેરે પ્રોડક્ટ બનાવી છે.


ગ્રાહકો આ તમામ પ્રોડક્ટ વિશે વધારે જાણકારી મારુતિ સુઝુકી ની વેબસાઈટ પરથી મેળવી શકે છે આ સિવાય ગ્રાહકો પોતાના નજીકના મારુતિ શોરૂમ માં જઈને કોરોના થી બચવા માટે આ પ્રોડક્ટની ખરીદી કરી શકે છે. મારુતિ સુઝુકીએ પોતાની અધિકૃત વેબસાઇટ પર એક નવી કેટેગરી હેલ્થ એન્ડ હાઇજીન લિસ્ટ જાહેર કર્યું છે.


મારુતિ સુઝુકીનું કહેવું છે કે કાર પાર્ટીશન અનિવાર્ય રૂપે અને રિયલ પેસેન્જર માટે છે.તેના કારણે લોકો સરળતાપૂર્વક સામાજિક અંતર નું પાલન કરી શકે છે અને નવા કાર પાર્ટીશનને વેલક્રોનો ઉપયોગ કરીને કારમાં ઇન્સ્ટોલ કરી શકાય છે.


કારના પાર્ટીશન કારના ફ્રન્ટ અને રિયલ કેબીનને અલગ કરવામાં મદદ કરે છે. આ રીતે સામાજિક અંતરનું સંપૂર્ણતઃ પાલન થઈ શકે છે. તેમજ પાર્ટીશન ના કારણે મુસાફરી દરમિયાન ખાંસી કે છીંક આવવા પર પણ એકબીજાના સંપર્કમાં આવશે નહીં.


કાર પાર્ટીશનની કિંમત 549 રૂપિયાથી લઈને 649 રૂપિયાની વચ્ચે છે. હેંડગ્લોવ્ઝ 20 રૂપિયા, ડિસપીઝિબલ શુ કવર 21 રૂપિયા, ફેસ વાઇઝર્સ 55 રૂપિયા અને ડિપોઝિબલ આઈ ગેર્સ 100 રૂપિયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS