મારુતિ સુઝુકીના ગુજરાત સહિતના પ્લાંટ થશે બંધ, જાણો કારણ

  • April 29, 2021 08:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશભરમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. તેવામાં દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ઈંડિયાએ મોટી જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું છે કે દેશમાં કોવિડ 19ના સંક્રમણને ધ્યાનમાં લેતાં કંપનીએ તેના કારખાના નિયત સમય પહેલા 1થી 9 મે વચ્ચે બંધ રાખવાનું નક્કી કર્યું છે. 

 

 

આ પહેલા કારખાન જૂન માસમાં રખરખાવ માટે બંધ કરવાના હતા. પરંતુ હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી અને કંપનીએ આ નિર્ણય લીધો છે. કંપનીએ કહ્યું છે કે હાલની સ્થિતિ એવી છે કે ઓક્સિજન મેડિકલ જરૂરીયાતો માટે બચાવવું જોઈએ. 

 

 

કંપનીએ કહ્યાનુસાર તમામ ઉપલબ્ધ ઓક્સિજનનો ઉપયોગ જીવન બચાવવામાં થવો જોઈએ. તેથી હાલના સમયમાં જ કંપની 1થી 9 મે વચ્ચે પ્લાંટ બંધ રાખશે. આ નિર્ણય ગુજરાતમાં આવેલા કારખાનાને પણ લાગૂ થશે. આ સમય દરમિયાન પ્લાંટમાં પ્રોડકશન કાર્ય બંધ રહેશે. 

 

 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS