પ્રાથમિક શાળાઓમાં માસ પ્રમોશન અંગે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી સૌથી મોટી જાહેરાત

  • December 29, 2020 11:22 AM 20814 views

જે ઓનલાઈન સિલેબસ ભણાવ્યો તે આધારે તેમની પરીક્ષાઓ રહેશે

સરકારે પ્રાથમિક શાળાઓમાં માસ પ્રમોશન આપવાનો ઇનકાર કર્યો છે. રાજ્યમાં કોરોના કહેર વચ્ચે પ્રાથમિક સ્કૂલો હજુ પણ ફિઝિકલ રીતે શરું નથી થઈ તેવામાં માસ પ્રમોશન માટેના અહેવાલો મીડિયામાં આવ્યા હતા. જોકે રાજ્ય સરકારે આ બાબતે સ્પષ્ટતા કરતા કહ્યું કે મહામારીના કારણે વિદ્યાર્થીઓને માસ પ્રમોશનો આપવાનો તમેનો કોઈ વિચાર નથી. રાજ્યના શિક્ષણ મંત્રી ચુડાસમાએ કહ્યું હતું કે, ’આગામી શૈક્ષણિક વર્ગમાં વિદ્યાર્થીઓને પ્રમોટ કરવા પહેલા પરીક્ષાઓ લેવામાં આવશે.’


તેમણે આગળ કહ્યું કે, ’ગુજરાતમાં ધો. 1થી 8 અને 9 તેમજ 11માં ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે અને સ્કૂલોએ જે ઓનલાઈન સિલેબસ ભણાવ્યો તે આધારે તેમની પરીક્ષાઓ રહેશે.’ ચુડાસમાએ અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા કહ્યું કે, ’જો આખો સિલેબસ કોરોના મહામારીના કારણે ઓનલાઇન ભણાવી ન શકાયો હોય તો વિદ્યાર્થીઓની પરીક્ષા જેટલો સિલેબસ ભણાવવામાં આવ્યો છે તેના આધારે લેવામાં આવશે.’


તેમણે કહ્યું કે, પરીક્ષા લેવા માટેના તમામ વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જે પૈકી સૌથી વધુ સ્યુટેબલ રહેશે તે ઓપ્શન પર આગળ વધવાનું વિચારવામાં આવશે. એક ઓપ્શન એવો છે કે વિદ્યાર્થીઓને ઘરે જ પ્રશ્ન પેપર આપવામાં આવે અને શિક્ષકો દ્વારા તેને તપાસવામાં આવે. બીજો એક ઓપ્શન એવો છે કે વિદ્યાર્થીને ખૂબ જ સિમિત માત્રામાં બેચ વાઇઝ સ્કૂલમાં બોલાવામાં આવે અને ત્યાં તેમની પરીક્ષા લેવામાં આવે.


જ્યારે ત્રીજો ઓપ્શન ઓનલાઇન પરીક્ષાનો છે. જે સૌથી ઓછી શક્યતા ધરાવતો ઓપ્શન છે કારણ કે ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ પાસે ખૂબ જ મર્યિદિત સ્માર્ટફોન અને કોમ્પ્યુટરની સુવિધા છે કે જેના દ્વારા તેઓ ઓનલાઇન એક્ઝામ આપી શકે. પરીક્ષાઓ ક્યા પ્રકારે લેવી તે અંગે ઉચ્ચસ્તરીય બેઠક મળશે જેમાં દરેક પક્ષ પોતાની વાત રાખશે. જેના આધારે જે સૌથી વધુ સ્વિકાર્ય વિકલ્પ હશે તેને અપ્નાવવામાં આવશે.


ગુજરાત સેલ્ફ ફાઈનાન્સ્ડ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ ભરત ગાજીપરાએ કહ્યું કે ઓનલાઈન જે ભણાવવામાં આવ્યું છે તેને સાર્થક કરવા માટે પરીક્ષા તો લેવાવી જ જોઈએ, ’જો વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે તો પછી ઓનલાઈન શિક્ષણની વિશ્વનસનીયતા પર સવાલ ઉભો થશે.’


વિદ્યાર્થીઓના વાલીઓ વતી અખીલ ગુજરાત વાલી મંડળે માગણી કરી હતી કે કોરના કાળમાં સ્કૂલો ફિઝિકલ રીતે બંધ જ રહી છે તેવામાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે. તેમણે દલીલ કરી હતી કે ઓનલાઈન ભણતર ગ્રામ્ય વિસ્તારોમાં તો ખૂબ જ સિમિત હતું તેવામાં પરીક્ષા લેવી યોગ્ય નહીં રહે. જ્યારે સરકારનું માનવું છે કે કોઈપણ નિર્ણય લેતા પહેલા તમામ ઓપ્શન પર વિચાર કરવો જોઈએ.


બીજી તરફ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા રાજ્ય સરકાર પર સ્કૂલો ફરીથી શરું કરવા માટે દબાણ વધારવામાં આવ્યું છે કારણ કે ઘણા વાલીઓએ સ્કૂલો ફિઝિકલી ખુલ્લી ન હોવાથી ફી ભરવાની ના પાડી દીધી છે. સ્કૂલ ટ્રસ્ટીઓએ કહ્યું કે ’જો સ્કૂલો શરું થશે તો તમામ વાલીઓને ફી ભરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. કોરોનાના કારણે સ્કૂલોને ખૂબ જ મોટું નુકસાન થયું છે.’


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application