દ્રારકામાં કોરોનાથી ઘરના મોભીનું મૃત્યુ થયા બાદ ત્રણ સભ્યોનો સામૂહિક આપઘાત

  • May 08, 2021 02:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાએ ચારેબાજુ હાહાકાર મચાવતા અનેક પરિવારમાં અફડા તફડી મચી ગઇ છે, કેટલાક પરિવારના માળા વિખી નાખ્યા છે, આવી હૃદયદ્રાવક પરિસ્થીતી વચ્ચે વધુ એક દુ:ખના સમાચાર દેવભુમી દ્રારકામાંથી સામે આવ્યા છે, દ્રારકામાં કોરોનાથી ઘરના એક મોભીનું મૃત્યુ થતા આઘાતમાં સરી પડેલા આ પરિવારના ત્રણ સભ્યોએ બીજા દિવસે ઝેરી દવા પીને સામુહીક આપઘાત કરી લેતા હાલાર પંથકમાં અરેરાટી સાથે ભારે ગમગીની છવાઇ ગઇ છે, પોલીસની પ્રાથમિક તપાસમાં આ પ્રકારની વિગતો બહાર આવી છે, દરમ્યાનમાં બનાવના પગલે વધુ વિગતો મેળવવામાં આવી રહી છે.

 

 


કોરોનાકાળમાં અનેક પરિવારના મોભીઓ અને વ્હાલસોયાઓ મોતને ભેટયા છે, પરિસ્થીતી અત્યતં હૃદયદ્રાવક બની રહી છે, આવી સ્થીતીમાં દ્રારકામાં વધુ એક પરિવારનો માળો કોરોનાના કારણે વિખાયો છે, સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ દ્રારકામાં ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા એક જૈન પરિવારનાં ઘરના મોભી જયેશભાઇ જૈન (ઉ.વ.૬૧)નું કોવિડની સારવાર દરમ્યાન ગઇકાલે મૃત્યુ નિપજયું હતું, ઘરના મોભીનું મૃત્યુ થતા પરિવાર પર આભ ફાટયા જેવી સ્થીતી સર્જાઇ હતી, પરિવાર આઘાતમાં સરી પડયો હતો, દરમ્યાનમાં ગઇકાલે મોભીના મૃત્યુ બાદ અંતીમ સંસ્કારની વીધી કરાઇ હતી અને ગત રાત્રીથી સવાર સુધીના કોઇપણ સમયગાળામાં મૃતકના પત્ની સાધનાબેન અને બે સંતાનો જેમાં પુત્ર કમલેશકુમાર (૩૮) અને દુર્ગેશકુમાર (૩૪) એ ઝેરી દવા ગટગટાવીને સામુહીક આપઘાત કરી લીધાની વિગતો સામે આવતા ઘેરા શોકનું મોજુ ફરી વળ્યું છે. આ બનાવ બહાર આવતા જામનગર અને દેવભુમી દ્રારકા જીલ્લામાં અરેરાટી ફેલાઇ જવા પામી છે, પોલીસ સ્થળ પર પહોંચી છે અને વધુ વિગતો મેળવવામાં આવી રહી છે, વધુમાં મળેલી વિગત મુજબ મૃતક જયેશભાઇ જૈન ફરસાણના વ્યવસાય સાથે સંકળાયેલા હતા બનાવના પગલે મામલતદાર અને પોલીસ અધિકારી સહિતની ટુકડીઓ ઘટના સ્થળે પહોંચી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS