કૃણાલ પંડ્યા કોરોના પોઝિટિવ આવતા આજની મેચ સ્થગિત કરાઈ

  • July 27, 2021 09:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ભારતીય ટીમના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા કોરોના પોઝિટિવ આવતા ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે આયોજિત બીજી T-20 મેચને સ્થગિત કરાઈ. આ મેચ કોલંબોના
પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવાની હતી. 3 મેચની સિરીઝમાં 1-0થી લીડ મેળવ્યા બાદ આજની મેચ મહત્ત્વપૂર્ણ હતી. એવામાં જો બંને ટીમના ખેલાડી અને સપોર્ટ સ્ટાફ નેગેટિવ આવ્યા તો  બીજી T-20 મેચ બુધવારે (28 જુલાઈ) અને એના બીજા જ દિવસે એટલે ગુરુવારે ત્રીજી T-20 (29 જુલાઈ) મેચ રમાઈ શકે છે. અત્યારે બંને ટીમના ખેલાડીઓને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.


ઈતિહાસમાં પહેલીવાર PPE કિટમાં મેચ પ્રેક્ટિસ થઈ


શ્રીલંકન ટીમના બેટિંગ કોચ ગ્રાન્ટ ફ્લાવર અને ડેટા એનાલિસ્ટ જીટી નિરોશન સહિત ટીમનો એક ખેલાડી કોરોના પોઝિટિવ મળી આવતાં શ્રીલંકન ટીમ સતર્ક થઈ ગઈ હતી, જેને કારણે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી વનડે સિરીઝ પહેલાં શ્રીલંકન કોચ PPE કિટ પહેરીને પ્રેક્ટિસ કરાવી રહ્યા હતા.


શ્રીલંકન કોચે વનડે સિરીઝ પહેલા PPE કિટ પહેરી પ્લેયર્સને ટ્રેનિંગ આપી હતી; બેટિંગ કોચ સહિત 2 સંક્રમિત મળી આવતા SLCએ નિર્ણય લીધો હતો

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS