ઉત્તર- દક્ષિણ ગુજરાતમાં કાલથી માવઠાનુ દે ધનાધન

  • March 18, 2021 12:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વીજળીના ચમકારા અને તોફાની પવન સાથે ડાંગ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, દાહોદ જિલ્લામાં માવઠાની ચેતવણી

 


સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં લોકો ગરમીથી ત્રસ્ત બની ગયા છે ત્યારે બીજી તરફ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં આવતીકાલથી વાતાવરણમાં પલટો આવશે અને માવઠું થશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

 


હવામાન ખાતાના જણાવ્યા મુજબ ડાંગ નર્મદા તાપી છોટાઉદેપુર દાહોદ જિલ્લામાં આવતીકાલથી બે દિવસ માટે તોફાની પવન અને વીજળીના ચમકારા સાથે અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

 


નોર્થવેસ્ટ રાજસ્થાનમાં અને મધ્ય મહારાષ્ટ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું હોવાના કારણે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી કરવામાં આવી છે ગુજરાત ઉપરાંત મધ્ય પ્રદેશ વિદર્ભ છત્તીસગઢ સહિતના રાજ્યોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે હિમાલયન રીજીયનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઊભું થયું હોવાથી આ વિસ્તારમાં પણ વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS