ગુજરાતમાં તોફાની પવન સાથે માવઠાં અને હિટવેવની ચેતવણી

  • March 16, 2021 04:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના વાતાવરણમાં આજથી જોરદાર પલટો આવ્યો છે. પોરબંદર, ગીર સોમનાથ જિલ્લામાં અને દિવમાં હિટવેવની ચેતવણી આપવામાં આવી છે તો દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા અને તાપી જિલ્લામાં તોફાની પવન સાથે માવઠાની ચેતવણી હવામાન ખાતા દ્વારા જાહેર કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.

 


આજે અને આવતીકાલે બે દિવસ માટે પોરબંદર દીવ અને ગીર-સોમનાથ જિલ્લામાં ગરમીનું મોજું ફરી વળશે એવી ચેતવણી અમદાવાદ ખાતે આવેલી હવામાન ખાતાની કચેરી દ્વારા આપવામાં આવી છે જ્યારે દિલ્હી સ્થિત ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ ના જણાવ્યા મુજબ સમગ્ર દેશમાં એકમાત્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આજથી બે દિવસ માટે હિટ વેવ કન્ડિશન સર્જાશે.

 


હવામાન ખાતાના જણાવ્યા મુજબ હીટવેવની સૌથી વધુ અસર પોરબંદર ગીર સોમનાથ અને દીવમાં જોવા મળશે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ગરમીનો પ્રકોપ વધુ જોવા મળશે.

 


અમદાવાદ ડીસા રાજકોટ ભુજ સુરેન્દ્રનગર અને મહુવામાં આજે મહત્તમ તાપમાનનો પારો 39 ડિગ્રીને પાર કરી ગયો છે. પોરબંદર વેરાવળ કંડલા ગાંધીનગર સહિતના શહેરોમાં આજે મહત્તમ તાપમાનનો પારો 38 ડિગ્રીને પાર કરી ગયો છે. આવતીકાલે પણ ગરમીના પ્રમાણમાં વધારો થશે અને અનેક સ્થળોએ મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર કરી જશે.

 


હવામાન ખાતાના જણાવ્યા મુજબ હીટ વેવની અસર તંદુરસ્ત અને યુવાઓને પ્રમાણમાં ઓછી થશે પરંતુ બીમાર અને સિનિયર સિટીઝનઓ આ બે દિવસના સમયગાળામાં શક્ય હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS