ભાજપના પ્રદેશ પ્રભારીની હાજરીમાં આજે ધારાસભ્યોની બેઠક: રાજકારણમાં ગરમાવો

  • June 15, 2021 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુખ્યમંત્રી–પ્રદેશ પ્રમુખ સહિતના ઉપસ્થિત રહેશે: કેજરીવાલ અને ખોડલધામના મુદ્દે ચર્ચાની સંભાવના

 


ગુજરાત વિધાનસભાના ભાજપના ધારાસભ્યોની આજે સાંજે મહત્વની બેઠક ગાંધીનગર ખાતે મળી રહી છે જેમાં પ્રભારી ભૂપેન્દ્ર યાદવ હાજરી આપવાની હોવાથી રાજકીય ગરમાવો વધી ગયો છે.

 


ભાજપના ૧૧૨ ધારાસભ્યોની  વિધાનસભા સંકુલમાં બેઠક મળવા જઈ રહી છે. પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકના પગલે અનેક તર્કવિતર્ક વહેતા થયા છે. પ્રથમ વખત જ એવું બની રહ્યુ છે કે આ પ્રકારે ધારાસભ્યોની બેઠક વિધાનસભા સંકુલ ખાતે મળી રહી હોય. કેટલીક રાજકીય અફવાઓએ જોર પકડુ છે. પરિણામે સૌની નજર આ બેઠક પર મંડાયેલી છે

 


ભાજપના ૧૧૨ ધારાસભ્યોની વિધાનસભા સંકુલ ખાતે સાંજે બેઠક મળશે, જેમાં પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ ભાગ લેવા સવારે ૧૦–૨૦ કલાકે અમદાવાદ એેરપોર્ટ આવી પહોંચ્યાં  હતા.યા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું

 


૪–૩૦ કલાકે વિધાનસભા સંકુલ ખાતે મળનારી આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ પણ જોડાશે. ભાજપના ધારાસભ્યોની આ બેઠકમાં વર્ષ ૨૦૨૨માં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓની તૈયારી સંદર્ભે મનોમંથન કરાશે. વાવાઝોડા અને કોરનાકાળમાં પક્ષના ધારાસભ્યોએ કરેલી કામગીરીની સમીક્ષા પણ કરાશે. કેટલાક ધારાસભ્યો કોરોનાકાળમાં પ્રજાની વચ્ચે જવાને બદલે ઘરમાં ભરાઈ ગયા હોવાની ફરિયાદો પણ સામે આવી હતી. આવા ધારાસભ્યોને ફરીથી પ્રજા વચ્ચે જઈને કામગીરી કરવા પણ સૂચના અપાશે. સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડવા અને વધુને વધુ લોકો ભાજપ સાથે જોડાય તેવા પ્રયાસો કરવા પણ ધારાસભ્યોને માર્ગદર્શન અને સૂચના અપાશે.

 


અત્રે નોંધવું જરી છે કે ગત સાહે ભૂપેન્દ્ર યાદવ ગુજરાતની મુલાકાતે હતા તે દરમિયાન તેમણે સંગઠન અને સરકાર વચ્ચે મહત્ત્વની બેઠક કરી હતી.આ બેઠકમાં સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ ન હોવાની વ્યાપક ફરિયાદ ધારાસભ્યો દ્રારા કરવામાં આવી હતી પ્રભારી ભૂપેન્દ્ર યાદવ એ તેમની મુલાકાતના પ્રથમ દિવસે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ના નિવાસ્થાને ડિનર ડિપ્લોમસી કરી હતી જેમાં કેટલીક બાબતો પર સીઆર પાટીલે પણ રજૂઆતો કરી હતી

 


ભૂપેન્દ્ર યાદવની મુલાકાતના બીજા દિવસે ગાધીનગરમાં સર્કીટ હાઉસ અને કે–૨૦ નંબરના બંગલા પર કરેલી વનટુવન બેઠકોના પગલે અફવાઓનુ બજાર ગરમ થયુ છે. આ બેઠકોમાં પક્ષના પૂર્વ નેતાઓથી માંડીને મંત્રીઓ અને સાંસદો સાથે દિવસ દરમિયાન પ્રભારીએ બેઠકો કરી હતી અને દિવસના અંતે મુખ્યમંત્રી નિવાસસ્થાને ડિનર ડિપ્લોમસી યોજાઇ હતી.  

 


 બીજી બાજુ પાટીદારોની ખોડલધામ ખાતેની બેઠક અને ગઈકાલે  આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાતથી ગુજરાતના રાજકારણમાં અનેક વમળ સર્જાયા છે. પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીના નિવાસસ્થાને થયેલી ડિનર ડિપ્લોમસી સહિતની ઘટનાઓના સંજોગોમાં ભાજપ મામલે રાજકીય અફવાઓ જોર પકડે તે સ્વાભાવિક છે. આ બધા વચ્ચે આજે સાંજે મળી રહેલી ધારાસભ્યોની આ બેઠક અતિ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.  

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS