ચીની એપ્લિકેશન બંધ થવાની ખુશી વ્યક્ત કરતા Memesની સોશિયલ મીડિયામાં ભરમાર

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ભારતમાં હેલો અને tik tok બે એવી એપ્લિકેશન હતી કે જેનો ઉપયોગ યુઝર્સ વધારે પ્રમાણમાં કરતા હતા. તેના પર પ્રતિબંધ જાહેર કરવાથી ઘણા લોકોએ ખુશી વ્યક્ત કરી છે.

 

સોમવારે રાત્રે મોદી સરકાર દ્વારા tiktok સહિતની  એક સાથે 59 એપ્લિકેશન બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં tiktok, યુસી બ્રાઉઝર હેલો અને શેરઈટ જેવી ઘણી બધી પોપ્યુલર એપ્લિકેશન નો સમાવેશ થાય છે.ઉલ્લેખનીય છે કે લદાખની ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો દ્વારા ભારતીય સૈનિકો પર હુમલો કરવામાં આવ્યા બાદ 20 જવાનો શહીદ થયા હતા. જેના કારણે બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. ચીનની એપ્લિકેશન બંધ કરવાનો નિર્ણય તેનો એક ભાગ છે.

 

દેશમાં ઘણા લોકો મોદી સરકારના આ નિર્ણયથી ખુશ થયા છે તેમાં સોશિયલ મીડિયા પર ખુશી અલગ અલગ રીતે વ્યક્ત કરી રહ્યા છે. tiktok પર પ્રતિબંધ લાવવા બદલ ઘણા સેલિબ્રિટીઝ એ પણ મોદી સરકારનાં વખાણ કર્યા છે. જેમાં બોલીવુડના વિવિધ ફીલ્મ સ્ટારની ફિલ્મોના પોસ્ટર સાથે તેમના દ્વારા ડાયલોગ દર્શાવામાં આવ્યા છે.

 

ખાસ કરીને હેલો અને tiktok એપ્લિકેશન એવી હતી કે જેનો ઉપયોગ વધારે થતો હતો તેના પર પ્રતિબંધ આવવાથી દેશના ઘણા નાગરિકો ખુશ થયા છે. જેના પગલે સોશિયલ મીડિયા પર જાતજાતના memesની ભરમાર જોવા મળી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS