ભયંકર વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે તૌકતે, હવામાન વિભાગનું એલર્ટ

  • May 15, 2021 09:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હવામાન વિભાગે એક ચેતવણી જાહેર કરતાં જણાવ્યું છે કે અરબ સાગર પર સર્જાયેલું દબાણ 17 મે સુધીમાં ભીષણ ચક્રવાતી વાવાઝોડુ બની શકે છે. ખતરનાક વાવાઝોડુ તૌકતે 18 મે સુધીમાં ગુજરાતના દરિયા કિનારે ટકરાય તેવી સંભાવના છે. શનિવારે હવામાન વિભાગે આ એલર્ટ જાહેર કર્યું છે. 

 

 

તૌકતે વાવાઝોડાના કારણે ગોવા અને દક્ષિણ કોંકણ વિસ્તારમાં કેટલીક જગ્યાઓએ વરસાદનું અનુમાન પણ છે. આ અંગે હવામાન વિભાગે કર્યું છે કે જે રીતનું દબાણ અરબ સાગરમાં હાલ જોવા મળે છે તેને જોતા કહી શકાય છે કે 16થી 19 મે સુધી તે 150થી 160 કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાતા પવન સાથે ભીષણ ચક્રવાતી વાવાઝોડુ બની શકે છે. તે સમયે હવાની ગતિ 175 કિલોમીટર પ્રતિ કલાક પણ થઈ શકે છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS