14મી સિઝનની પ્રથમ મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે કાલે રમાશે
આઇપીએલ 2021ને શરૂ થવામાં માત્ર બે દિવસ બાકી છે. 14મી સિઝનની પ્રથમ મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે 9મી એપ્રિલે રમાશે. હજુ આઇપીએલની શરૂઆત થઇ નથી અને કેટલાક ક્રિકેટ એક્સપર્ટે આઇપીએલ 2021ના વિજેતા અંગે ભવિષ્યવાણી કરવાનું શરૂ કરી દીધું છે.
તાજેતરમાં જ ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોને ભવિષ્યવાણી કરી છે કે, આઇપીએલ 2021નો ખિતાબ ફરી એક વખત મુંબઇ ઇન્ડિયન્સ જ જીતશે. સાથે વોને કહ્યું કે, જો કંઇક અલગ થશે તો ડેવિન વોર્નરની આગેવાની હેઠળની સનરાઇઝર્સ હૈદરાબાદ બીજી વખત ખિતાબ જીતશે. ઉલ્લેખનીય છે કે, આરસીબીને 2016માં ફાઇનલમાં હરાવીને હૈદરાબાદે પ્રથમ વખત ખિતાબ જીત્યો હતો. માઇકલે વોને ટ્વિટ કરતાં લખ્યું કે, આઇપીએલ 2021 પહેલાં ભવિષ્યવાણી, મુંબઇ ઇન્ડિયન્સ જીતશે, જો તેમની સાથે કંઇક અલગ થશે તો સનરાઇઝર્સ હૈદરાબાદ જીતશે.
માઇકલ વોને મુંબઇ ઇન્ડિયન્સની જીત અંગે ભવિષ્યવાણી એટલે કરી છે કે, તે ટીમ દરેક સેક્શનમાં પરફેક્ટ છે અને તે 13 માંથી 5 ખિતાબ જીતી ચૂકી છે. આઇપીએલ 2019 અને 2020માં મુંબઇ ઇન્ડિયન્સ સતત બે વખત ચેમ્પિયન બની હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા નોંધાયેલા કેસનો આંક 10000ને પાર : 110 મોત
April 18, 2021 07:38 PM28 જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રા : જૂઓ બાબા બર્ફિલાની પ્રથમ તસ્વીર
April 18, 2021 05:58 PMઉત્તરાખંડમાં કોરોનાનો કહેર : કોરોના સેન્ટરમાંથી ભાગ્યા 20 કોરોના સંક્રમિત દર્દીઓ
April 18, 2021 04:53 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech