લોકડાઉન વિના હિજરત, મજૂરોનું સ્થળાંતર શરૂ, સુરત અને અમદાવાદ પ્રથમ

  • April 17, 2021 08:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગયા વર્ષે માર્ચમાં આવેલા લોકડાઉનના કારણે પરપ્રાંતિય લાખો શ્રમિકો તેમના વતન ભણી દોડ્યા હતા, વાહન નહીં મળતાં પગપાળા   અને સાયકલ પર મુસાફરી કરી હતી

 


કોરોના સંક્રમણનો વધતો જતો ફેલાવો છતાં કેન્દ્ર કે રાજ્ય સરકાર લોકડાઉન કરવાના મૂડમાં નથી પરંતુ જે નિયંત્રણો લાદવામાં આવી રહ્યાં   છે તે લોકડાઉન કરતાં ઓછા નથી તેથી ગુજરાતમાં રોજીરોટી માટે પાછા આવેલા પરપ્રાંતિય શ્રમિકો ફરીથી તેમના વતન ભણી દોડી રહ્યાં છે.   ગયા વર્ષના માર્ચ મહિનામાં લોકડાઉન લાગુ કયર્િ પછી જે રીતે શ્રમિકોએ ઉચાળા ભયર્િ હતા તેવી રીતે લોકડાઉન વિના પણ શ્રમિકો ટ્રેન અને   અન્ય વાહનો દ્વારા સ્થળાંતર કરી રહ્યાં છે.

 


ગુજરાતના અમદાવાદ અને સુરતના શ્રમિકોએ વતન જવાનું શરૂ કર્યું છે. કેન્દ્ર કે રાજ્ય સરકાર તરફથી આ સ્થળાંતરને અટકાવવામાં નહીં   આવે તો ફેક્ટરીઓ અને ઉદ્યોગ-ધંધા ફરી પડી ભાંગવાની દહેશત છે. રાજ્યમાં આ વખતે શ્રમિકો સ્થળાંતર કરી રહ્યાં હોવાનું મુખ્ય કારણ   રાજ્યમાં વધી રહેલા કોરોના પોઝિટીવના કેસો છે. બીજું કારણ રાજ્યમાં કોરોનાને નિયંત્રણમાં લેવા માટે 50 ટકા સ્ટાફથી ચલાવી લેવાનો   નિયમ છે. ખાસ કરીને રિયલ એસ્ટેટ, ટેક્સટાઇલ, ઓટોમોબાઇલ, ડાયમન્ડ અને અન્ય ફેક્ટરીઓમાં ઓછા સ્ટાફથી ચલાવવાનું શરૂ થયું છે   તેથી બેકારી વધવાની સંભાવના છે.

 


અમદાવાદ, રાજકોટ, સુરતમાંથી પોતાના વતન તરફ જનારા શ્રમિકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. પ્રતિદિન રાજ્યમાંથી 35000   થી 40000 લોકો પોતાના વતનમાં જવા રવાના થઈ રહ્યાં છે. જેના કારણે સ્થિતિ એવી સર્જાઈ છે કે, રેલવે દ્વારા વેઈટિંગ ટિકિટ વાળા   પેસેન્જરોને રેલવે સ્ટેશનથી રવાના કરવામાં આવી રહ્યાં છે. જેના પરિણામે પરપ્રાંતિયોએ ટ્રેનના બદલે બસોમાં પોતાના વતનની વાટ પકડી   છે.

 


એકમાત્ર સુરતમાંથી રોજના 25000થી વધુ શ્રમિકો રવાના થઈ રહ્યા છે. અલગ-અલગ બસ ઑપરેટરો દ્વારા પ્રતિદિન 100 થી વધુ બસો   દોડાવવામાં આવી રહી છે. જ્યારે રેલવે દ્વારા સતત વેઈટિંગની સ્થિતિને જોતા ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ માટે ટ્રેનોની સંખ્યા   વધારવાની માંગ કરવામાં આવી છે. જેમાં 15 એપ્રિલે પશ્ચિમ રેલવે દ્વારા સુરતથી 15 ટ્રેનો ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને   ઓડિશા માટે દોડાવી છે.

 


ટ્રેનોમાં સુરતથી થયેલા રિઝર્વેશન મુજબ 18000 લોકો રવાના થયા છે. જ્યારે સુરતથી પણ અનેક ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. આ   ઉપરાંત મુંબઈ અને અમદાવાદથી સુરતના રૂટ પર જતી જે ટ્રેનો છે, તેમાં પ્રતિદિન 6000થી વધુ શ્રમિકો જઇ રહ્યાં છે. સુરતથી ઉત્તર પ્રદેશ,   બિહાર, ઝારખંડ અને ઓડિશા માટે ખાનગી ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સ દ્વારા બસો દોડવાઈ રહી છે  જેમાં પ્રત્યેક બસમાં 120 મુસાફરોને લઈ   જવામાં આવી રહ્યાં છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS