દૂધ એક શાકાહારી સંપૂર્ણ ખોરાક છે. ગમે તેવો અપપ્રચાર ચાલે પણ માંગ ધટવાની નથી

  • April 01, 2021 07:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોયા અને બદામનું દૂધ ગુણકારી હશે પરંતુ પ્રાણીઓના દૂધની તોલે આવી શકે નહીં, ગ્રાહકોને ભરમાવવાની પ્રવૃત્તિ અટકાવવી જોઇએ આરએસ સોઢીપ્રાણીજન્ય દૂધ એક શાકાહારી સંપૂર્ણ ખોરાક છે અને તે તંદુરસ્તી આપે છે તેમાં કોઇ શક નથી. પુરાણકાળથી દૂધને માન્યતા આપવામાં આવેલી છે પરંતુ હાલના સમયમાં સોયા અને બદામ જેવા વનસ્પતિજન્ય દૂધને વેચવા માટે બજારમાં ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે પરંતુ દૂધની માંગ ક્યારેય ઘટવાની નથી. ગ્રાહકોને ભરમાવવાની પ્રવૃત્તિ અટકાવવાની જરૂર છે.

 


આ વિધાન અમૂલના એમડી આરએસ સોઢીએ આપ્યું છે. તેમણે કહ્યું છે કે બજારમાં વનસ્પતિજન્ય દૂધના ઉત્પાદનો વેચાણમાં મૂકવામાં આવે છે ત્યારે એવું પ્રતિપાદિત કરવામાં આવે છે કે દૂધ નુકશાનકારક છે તેથી તેને બંધ કરવું જોઇએ પરંતુ હકીકતમાં બજારમાં મૂકવામાં આવતા આવા ઉત્પાદનો નુકશાનકતર્િ છે. દૂધ એ તો શાકાહારી ખોરાક છે. પરંપરાગત દૂધની માંગ સાથે કોઇ ખતરો ઉભો થયો નથી.

 


તેમણે કહ્યું કે વનસ્પતિ આધારિત પીણાનું વેચાણ વધારવા માટે દૂધ અંગે ગેરસમજ ફેલાવવામાં આવે છે તેમ છતાં અમૂલ અને બીજી ડેરીઓના દૂધના વેચાણમાં કોઇ ઘટાડો થયો નથી. એકમાત્ર અમૂલનું ટર્નઓવર 2019-20ના વર્ષમાં 52000 કરોડ રૂપિયા થયું છે. બજારમાં જૂઠ વેચીને ઉત્પાદનો વેચી શકાય નહીં તેવું મારૂં મંતવ્ય છે.
સોઢી કહે છે કે એવો સતત આરોપ મૂકવામાં આવ્યો છે કે ડેરી ઉદ્યોગ હાનિકારક પ્રવૃત્તિમાં સામેલ છે, પરંતુ હકીકતમાં એવું નથી. આ વ્યવસાય સાથે 10 કરોડ પશુપાલકો જોડાયેલા છે. ગૌચર પ્રાણીઓને આપણે આદર કરીએ છીએ. જે લોકો દૂધમાં ભેળસેળ કરી ઉદ્યોગને બદનામ કરે છે તે ખૂબ નાનો સમૂહ છે તેથી તેનાથી મોટો સમૂહ બદનામ કરી શકાય નહીં. સોયા અને બદામનું દૂધ બજારમાં આવેલું છે પરંતુ અમે તેને પડકાર તરીકે જોતા નથી, કારણ કે દૂધ એક પ્રાદેશિક આહારનું મહત્વપૂર્ણ અને નિયમિત ઘટક છે.

 


તેમણે કહ્યું છે કે પ્લાન્ટ આધારિક બેવરેજીસ કે પીણાં સાથે દૂધને કોઇ લેવાદેવા નથી. પરંપરાગત ઉત્પાદનો જેવાં કે નાળિયેરના દૂધ સિવાય બીજા કોઇ પ્લાન્ટ આધારિત પીણામાં દૂધનો શબ્દ ઉપયોગ કરવાની છૂટ હોવી જોઇએ નહીં. વનસ્પતિજન્ય પીણાં માટે દૂધ શબ્દનો પ્રયોગ કરવો હિતાવહ નથી. આ અંગે કેન્દ્ર સરકારે એફએસએસએઆઇ 2020ના ડ્રાફ્ટ નિયમનને વહેલીતકે મંજૂરી આપવી જોઇએ.

 


સોઢીએ કહ્યું છે કે કેટલીક કંપ્નીઓ સોયા અને બદામ પીણાં કુદરતી હોવાનો દાવો કરે છે પરંતુ પ્લાન્ટ આધારિત મોટાભાગના પીણાંને તૈયાર કરવા માટે અનેક ઘટકોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જેની સામે દૂધમાં કોઇ ઘટક ઉમેરવામાં આવતું નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application