મિલર-મોરિસની ઝંઝાવાતી બેટિંગ, રાજસ્થાનનો રોમાંચક વિજય

  • April 16, 2021 08:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડેવિડ મિલરની આક્રમક અડધી સદી બાદ ક્રિસ મોરિસે કરેલી તોફાની બેટિંગની મદદથી રાજસ્થાન રોયલ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ટી20 ક્રિકેટમાં ગુરૂવારે રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે ત્રણ વિકેટે વિજય નોંધાવ્યો હતો. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે 148 રનનો લક્ષ્યાંક હતો જેને ટીમે સાત વિકેટ ગુમાવીને પાર પાડ્યો હતો.

 


રાજસ્થાને ટોસ જીતીને દિલ્હીને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. દિલ્હીએ કેપ્ટન રિશભ પંતની 51 રનની ઈનિંગ્સની મદદથી નિધર્રિીત 20 ઓવરમાં 8 વિકેટે 147 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં રાજસ્થાને 19.4 ઓવરમાં 7 વિકેટે 150 રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. રાજસ્થાન માટે ડેવિડ મિલરે 62 રન ફટકાયર્િ હતા. જ્યારે મોરિસે 18 બોલમાં 36 રનની તોફાની ઈનિંગ્સ રમી હતી અને નોટઆઉટ રહ્યો હતો. અંતિમ ઓવરમાં રાજસ્થાનને જીતવા માટે 12 રનની જરૂર હતી. મોરિસે ટોમ કરનની ઓવરના પ્રથમ બોલ પર બે રન લીધા હતા અને બીજા બોલ પર સિક્સર ફટકારી હતી. ત્રીજો બોલ ખાલી ગયો હતો જ્યારે ચોથા બોલે વધુ એક સિક્સર ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો.

 


148 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની શરૂઆત દિલ્હીની જેમ ખરાબ રહી હતી. રાજસ્થાનના ટોચના ચાર બેટ્સમેન બે આંકડાનો સ્કોર પણ નોંધાવી શક્યા ન હતા. જોસ બટલર બે, મનન વોરા નવ, કેપ્ટન સંજૂ સેમસન ચાર તથા શિવમ દૂબે બે રન નોંધાવીને આઉટ થયા હતા. રાજસ્થાને 36 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. જ્યારે ટીમનો સ્કોર 42 રન પર પહોંચ્યો ત્યારે અડધી ટીમ આઉટ થઈ ગઈ હતી. ત્યારે દિલ્હીએ પોતાનો દબદબો બનાવી દીધો હતો.

 


જોકે, ડેવિડ મિલરે એક છેડો જાળવી રાખ્યો હતો અને ટીમ માટે વિજયની આશા જગાવી હતી. સામે છેડે તેને પહેલા રાહુલ તેવાટિયા અને બાદમાં ક્રિસ મોરિસનો સાથ મળ્યો હતો. તેવાટિયાએ 19 રનની ઉપયોગી ઈનિંગ્સ રમી હતી. જ્યારે મિલરે 43 બોલમાં 62 રન ફટકાયર્િ હતા જેમાં 7 ચોગ્ગા અને 2 સિક્સર સામેલ હતી. જોકે, મિલર આઉટ થયા બાદ દિલ્હી મેચમાં પરત ફર્યું હતું પરંતુ મોરિસની ઝંઝાવાતી બેટિંગે દિલ્હીને ફાવવા દીધું ન હતું. તેણે 18 બોલમાં ચાર સિક્સરની મદદથી અણનમ 36 રન ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. જ્યારે જયદેવ ઉનડકટે 7 બોલમાં અણનમ 11 રનનું યોગદાન આપ્યું હતું. રાજસ્થાન માટે અવેશ ખાને ત્રણ તથા ક્રિસ વોક્સ તથા કાગિસો રબાડાએ બે-બે વિકેટ ઝડપી હતી.

 


દિલ્હી કેપિટલ્સની શરૂઆત ઘણી જ ખરાબ રહી હતી. 37 રનના સ્કોર પર તો ટીમે પોતાની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ટોપ-5 બેટ્સમેનોમાં કેપ્ટન રિશભ પંતને બાદ કરતા અન્ય ચાર બેટ્સમેન બે આંકડાનો સ્કોર પણ નોંધાવી શક્યા ન હતા. પૃથ્વી શો અને શિખર ધવનની ઓપનિંગ જોડી ફ્લોપ રહી હતી. પૃથ્વી શો બે તથા ધવન નવ રન નોંધાવીને આઉટ થયા હતા. જ્યારે અજિંક્ય રહાણે આઠ રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. જ્યારે માર્ક્સ સ્ટોઈનિસ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.

 


એકમાત્ર રિશભ પંતે દિલ્હીની બાજી સંભાળી હતી. તેણે એક છેડો જાળવી રાખ્યો હતો. જોકે, તેને મિડલ ઓર્ડરના બેટ્સમેનોનો સારો સાથ મળ્યો હતો. જેની મદદથી દિલ્હીની ટીમ 150 રનની નજીક પહોંચવામાં સફળ રહી હતી. રિશભ પંતે 32 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 51 રન નોંધાવ્યા હતા. જોકે, કમનસીબે તે રન આઉટ થયો હતો. જ્યારે લલિત યાદવે 20 તથા ટોમ કરને 21 રનનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત ક્રિસ વોક્સ 15 રન નોંધાવીને નોટ આઉટ રહ્યો હતો.

 


દિલ્હી કેપિટલ્સ મોટો સ્કોર નોંધાવી શકી નહીં તેમાં જયદેવ ઉનડકટની ઘાતક બોલિંગનું યોગદાન મહત્વનું રહ્યું હતું. સૌરાષ્ટ્રના સ્ટાર ઝડપી બોલરે દિલ્હીના ટોપ ઓર્ડરને વેરવિખેર કરી દીધી હતી. તેણે દિલ્હીના બંને ઓપ્નર પૃથ્વી શો અને શિખર ધવન તથા અજિંક્ય રહાણેને પેવેલિયન ભેગા કરીને રાજસ્થાનને શરૂઆતથી જ મજબૂત સ્થિતિમાં મૂકી દીધું હતું. તેણે 4 ઓવરમાં 15 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે મુસ્તાફિઝુર રહેમાનને બે અને ક્રિસ મોરિસને એક વિકેટ મળી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS