દર મહિને 23.8 કરોડ ડોઝની જરૂર પડશે

  • June 02, 2021 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જો ડિસેમ્બર માસ સુધી દેશમાં બધાને રસી આપવી હોય તો
18 વર્ષથી નીચેની વયના લોકોને પણ સામેલ કરવા પડશે, પડકાર મોટો છે

 


દેશમાં 18 વર્ષથી ઉપરની વયના તમામ લોકોને ચાલુ વર્ષે ડિસેમ્બરમાં સુધીમાં કોરોના વિરોધી રસી આપી દેવાનું કેન્દ્ર સરકાર દ્વારા લક્ષ્ય નિર્ધિરિત કરવામાં આવ્યું છે. આ યોજનાને પગલે એક અંદાજ બાંધવામાં આવ્યો છે અને તે મુજબ આ લક્ષ્યને સંપન્ન કરવા માટે દેશમાં કુલ 1.88 અબજ ડોઝની જરૂર પડશે.

 


જોકે 1.67 અબજ એટલે કે 89% ડોઝ હજુ પણ આપવાના બાકી છે અને તેનો અર્થ એવો થાય છે કે જૂન માસથી દેશમાં દર મહિને 23.8 કરોડ ડોઝ લગાવવા પડશે તો જ ડિસેમ્બર માસ સુધીમાં બધાને રસી આપી શકાશે.

 


આમ કેન્દ્ર સરકારની સામે અને તમામ રાજ્ય સરકારોની સામે પણ ખૂબ જ મોટો પડકાર છે અને ભારે જંગી પ્રમાણમાં રસીનો પુરવઠો પૂરો પાડવો પડશે તો લક્ષ્ય પામી શકાશે નહીં ઘણી બધી મુશ્કેલી પેદા થવાનો ખતરો રહેલો છે.

 


નિષ્ણાંતોએ એવો હિસાબ કર્યો છે કે જો દેશમાં 18 વર્ષથી ઓછી વયના લોકોને પણ રસી આપવી હોય તો સમગ્ર વસ્તી માટે જૂન મહિનાથી ચાલુ વર્ષના અંત સુધીમાં 2.51 અબજ ડોઝની આવશ્યકતા રહેશે. અત્યારે દેશમાં બીજી લહેર ચાલી રહી છે અને કેટલાક રાજ્યોમાં ભયંકર પરિસ્થિતિ થઈ છે કારણકે ત્યાં મૃત્યુનું પ્રમાણ સૌથી વધુ રહ્યું છે.

 


31મી મે સુધીમાં દેશમાં 21.5 કરોડ ખોરાક લોકોને આપી દેવામાં આવ્યું છે અને વિશ્વમાં ભારત ત્રીજા નંબર પર રહ્યું છે અને હવે ભારત માત્ર અમેરિકા અને ચીનથી જ આ બાબતમાં પાછળ રહ્યું છે. જો કે કેન્દ્ર સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે બધા લોકોને રસી આપવા માટે કેન્દ્ર સરકાર સક્ષમ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS