એક જ દિવસમાં 1.2 કરોડ હેલ્થકેર અને ફ્રંટલાઈન વર્કર્સને કોરોના વેક્સીનનો ડોઝ અપાયો

  • February 24, 2021 10:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્ર અને પંજાબ સહિત કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસના કેસમાં ભારે ઉછાળો નોંધાયો છે. જેને લઈને કેન્દ્ર સરકારની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. સ્થિતિ વકરે નહીં તેને ધ્યાનમાં રાખી કોરોના વેક્સીનેશન અભિયાન ને ઝડપી બનાવવાની દિશામાં કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. દેશમાં રજિસ્ટર્ડ 42 ટકા ફ્રેંટલાઈ વર્કર્સને કોરોના વેક્સીનનો પહેલો ડોઝ આપી પણ દેવાયો છે. જ્યારે 2 ફેબ્રુઆરી બાદ 9 રાજ્યોમાં 60 ટકાથી વધારે ફ્રંટલાઈ વર્કર્સને વેક્સીનનો પહેલો ડોઝ આપી દેવાયો છે.

 


બીજી બાજુ એ હેલ્થવર્કર્સજેમને કોરોનાની વેક્સીન આપ્યાનું એક અઠવાડિયુ થઈ ગયું છે તેમાંથી 63 ટકાને ગઈ કાલે મંગળવારે બીજો ડોઝ પણ આપવામાં આવ્યો હતો. સ્વાસ્થ્ય મંત્રાલય ના સત્તાવાર આંકડાથી આ જાણકારી મળી છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના ટીકાકરણ અભિયાન 16 જાન્યુઆરીએ શરૂ થયુ હતું. મંગળવારે સાંજે 1.2 કરોડ હેલ્થકેર અને ફ્રંટલાઈન વર્કર્સને કોરોના વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો છે. 64.7 લાખ હેલ્થકેર અને 41.1 લાખ ફ્રંટલાઈન વર્કર્સને કોરોનાનો પહેલો ડોઝ આપવામાં આવી ચુક્યો છે. અઢી લાખથી વધારે સત્રોમાં આ ટીકાકરણ અભિયાન પુરૂ થયું હતું.

 


લગભગ 13.2 લાખ હેલ્થવર્કર્સને કોરોનાનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. દસ રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમં કોરોના વેક્સીનેશન અભિયાન સૌથી વધારે સારી રીતે ચલાવવામાં આવી રહ્યું છે. તેમાં હિમાચલ પ્રદેશ, લદ્દાખ, તેલંગાણા, ગુજરાત અને ત્રિપુરાનો સમાવેશ થાય છે. અહીં 75 ટકાથી વધારે હેલ્થવર્કર્સને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS