રસી નહીં તો પ્રમોશન નહીં : કર્મચારીઓના અટકી શકે છે પગાર વધારો કારણ કે...

  • July 01, 2021 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોનાવાયરસ મહામારીની સામે લડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કરોડો લોકોને રસી આપી દેવામાં આવી છે પરંતુ હજુ પણ લાખો લોકો રસી લેવા માં આનાકાની કરી રહ્યા છે અને તેમાં લાખો કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.

 

એવા અહેવાલો બહાર આવ્યા છે કે દેશમાં અસંખ્ય કંપનીઓ રસી નહી લેનારા કર્મચારીઓના પગાર વધારા તેમજ પ્રમોશન અને કમિશન ના લાભ અટકાવી શકે છે. આગામી દિવસોમાં લાખો કર્મચારીઓને રસી નહીં લેવાનો પોતાનો નિર્ણય ભારે મોંઘો પડી શકે એમ છે.

 

અહેવાલમાં જણાવ્યા મુજબ દેશની અસંખ્ય કંપનીઓ અને નાનાથી માંડીને મોટા ઉદ્યોગો દ્વારા આ પ્રકારનો નિયમ દાખલ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે અને કર્મચારીઓને અંતિમ વોર્નિંગ પણ આપી દેવામાં આવશે અને ત્યારબાદ રસી નહી લેનારા કર્મચારીઓના પગાર વધારા અટકાવી દેવામાં આવશે એ જ રીતે એમના પ્રમોશનની કામગીરીને પણ અટકાવી દેવામાં આવશે.

 

જો અસંખ્ય કંપનીઓ દ્વારા આ નવો નિયમ દાખલ કરી દેવામાં આવશે તો દેશમાં લાખો કર્મચારીઓ ની કેરીયરને મોટું નુકસાન થઈ જશે તે માનવામાં આવે છે. અનેક વખત કંપનીના કર્મચારીઓને રસી લેવાનો આગ્રહ કરવામાં આવ્યો છે તેમ છતાં કર્મચારીઓ અને તેમના પરિવારજનો રસી મુકાવવા તૈયાર થતા નથી.

 

અન્ય એક અહેવાલ મુજબ સોશિયલ મીડિયા પર રસી ની વિરુદ્ધમાં જાતજાતની શંકાસ્પદ વાતો વહેતી કરવામાં આવે છે અને લોકોને ભયભીત કરવામાં આવે છે માટે એશિયાના અનેક દેશોમાં રસીકરણ અભિયાનમા મોટા અવરોધો ઊભા થયા છે.

 

ટૂંક સમયમાં જ દેશમાં અસંખ્ય કંપનીઓ અને નાના મોટા ઉદ્યોગ દ્વારા નવો નિયમ જાહેર કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે અને કર્મચારીઓએ હવે ફરજિયાત રસી મુકાવી પડશે તેવી પરિસ્થિતિ ઉભી થઈ શકે તેવું દેખાઈ રહ્યું છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS