સૌરાષ્ટ્ર્ર–કચ્છનાં ૧૨ શહેરો સજડ બંધ

  • April 28, 2021 10:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લઈ રહ્યા, ત્યારે આ સંક્રમણને ખાળવા માટે આજથી રાયના ૨૯ શહેરોમાં મીની લોકડાઉન લાગુ થઇ ગયું છે અને તેના પાલન માટે પોલીસ અને અન્ય સંસ્થાઓ મેદાને આવી છે.

 


સૌરાષ્ટ્ર્રના ૧૨ શહેરોમાં આજથી આ કડક નિયંત્રણો અમલી બન્યા છે અને ઘણી બજારો બધં જોવા મળી છે. જે શહેરોમાં કડક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે તેમાં રાજકોટ, જામનગર, ભાવનગર, જુનાગઢ, મોરબી, ભુજ, ગાંધીધામ, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર, બોટાદ અને વેરાવળ–સોમનાથનો સમાવેશ થાય છે.

 


કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્રારા ૨૬ એપ્રિલે બહાર પાડવામાં આવેલી નવી ગાઈડલાઈન્સ સંદર્ભે સીએમ પાણીની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ મિટિંગમાં કેન્દ્રની ગાઈડલાઈન્સ અનુસાર રાયમાં કોરોનાનો ફેલાવો અટકાવવા માટે હવે ૨૯ શહેરોમાં સાંજે ૮થી સવારે ૬ વાગ્યા સુધી કરયૂ લાગુ કરવા સહિતના મહત્વપૂર્ણ નિયમો જાહેર કરાયા છે.

 


હાલ ગુજરાતમાં ૮ મહાનગરો તેમજ ૨૦ શહેરોમાં સાંજે આઠથી સવારે ૬ વાગ્યા સુધી કરયૂ અમલમાં છે. જોકે, હવે તેનો વ્યાપ વધારાયો છે. હવે હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર, વેરાવળ–સોમનાથમાં પણ આ કરયૂ લાગુ રહેશે. આ ઉપરાંત સરકારે કેટલાક અન્ય નિયંત્રણોની પણ જાહેરાત કરી છે. નવા નિયમો અને નિયંત્રણો આગામી તારીખ ૦૫ મે સુધી અમલમાં રહેશે. જોકે, તેમાં આવશ્યક સેવાઓને મુકિત આપવામાં આવી છે.

 

 


તમામ ૨૯ શહેરોમાં ૦૫ મે સુધી અનાજ–કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ–ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાધપદાર્થેાની દુકાનો ચાલુ રહેશે તેવું સરકારે સ્પષ્ટ્ર કયુ છે. આ ૨૯ શહેરોમાં પણ તમામ ઉધોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે. જોકે, આ તમામ એકમોએ એસઓપીનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

 

 


આ ઉપરાંત, તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે. આ ૨૯ શહેરોમાં તમામ રેસ્ટોરાં બધં રહેશે માત્ર ટેક–અવે સેવાઓ જ ચાલુ રાખી શકાશે. તમામ ૨૯ શહેરોમાં મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, ગુજરી બજાર, સિનેમા હોલ, ઓડિટોરિમય, જીમ, સ્વીમિંગ પુલ, વોટરપાર્ક, જાહેર બાગ–બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ પણ  ૦૫ મે સુધી બધં રાખવાનો આદેશ અપાયો છે.

 

 


સમગ્ર રાયમાં તમામ  એપીએમસી પણ બધં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. જોકે, શાકભાજી અને ફળ–ફળાદીનું વેચાણ ચાલુ રહેશે. આ ઉપરાંત, આખાય રાયમાં તમામ ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ પણ બધં કરી દેવાના આદેશ અપાયા છે. માત્ર સંચાલકો અને પૂજારીઓ પૂજાવિધિ કરી શકશે. અમદાવાદ, સુરત જેવા શહેરોમાં હાલ એએમટીએસ તેમજ બીઆરટીએસની બસો બધં છે. જોકે, રાયમાં એસટીની બસો ૫૦ ટકા ક્ષમતા સાાથે ચાલુ રાખવાનું સરકારે જાહેર કયુ છે.

 


મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ પદે મળેલી આ તાકીદની બેઠકમાં ગૃહ રાય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, અધિક મુખ્ય સચિવ (ગૃહ) પંકજકુમાર, પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. શ્રીમતી જયંતિ રવિ સહિતના વરિ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 


ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેરમાં ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેસો વધી રહ્યા છે. હાલ તો એવી સ્થિતિ છે કે વડોદરા શહેર કરતાં વધુ કેસ મહેસાણા જિલ્લામાં નોંધાઈ રહ્યા છે. આ ઉપરાંત, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા તેમજ દક્ષિણ અને મધ્ય ગુજરાતના જે જિલ્લામાં ગયા વર્ષે કોરોનાનો ખાસ કહેર જોવા નહોતો મળ્યો, ત્યાં પણ હોસ્પિટલો ફુલ થઈ ગઈ છે.

 


કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર, જો કોઈ સ્થળે પોઝિટિવિટી રેટ ૧૦ ટકાથી વધુ હોય તો ત્યાં લોકડાઉન લગાવવા માટે રાય સરકારોને કહેવામાં આવ્યું છે. ગુજરાત સરકારે અત્યારસુધી કોઈ જિલ્લા કે શહેરમાં સત્તાવાર રીતે લોકડાઉન જાહેર કયુ નથી. જોકે, અમદાવાદ સહિતના મોટાભાગના શહેરો તેમજ ઘણા જિલ્લામાં તો ગામડાંમાં પણ સ્વયંભૂ લોકડાઉનનું પાલન કરાવાઈ રહ્યું છે. અનેક જગ્યાએ દુકાનો બપોરે બે વાગ્યા બાદ બધં કરાવાઈ રહી છે. મોટા માર્કેટ પણ સ્વયંભૂ બધં છે.

 


રાજકોટમાં મુખ્ય બજારો સડ બંધ
રાજકોટમાં ચેમ્બર સહિતની સંસ્થાઓ દ્રારા અગાઉ સ્વૈચ્છિક બધં માટે તૈયારી દર્શાવાઈ હતી, તેમાં કેટલાક વેપારી એસો. બપોર બાદ સ્વૈચ્છિક લોકડાઉન શરૂ કરી દીધું હતું તેવામાં મુખ્યમંત્રીની અપીલને પગલે રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ, લાખાજીરાજ રોડ, પરાબજાર, દોઢસો ફટ રોડ, યુનિ.રોડ, કાલાવડ રોડ, વિસ્તારમાં લોકડાઉનને વકાર સાંપડયો છે.

 


મોરબીના મુખ્ય માર્ગેા પર મોટાભાગની દુકાનો બંધ
ગુજરાત સરકારની નવી ગાઈડલાઈન પ્રમાણે હવે રાત્રી કરફયુની સાથે અનેક શહેરોમાં નિયંત્રણો વધુ કડક બન્યા છે જેના ભાગરૂપે મોરબીના નવા ડેલા રોડ, નગર દરવાજા, ત્રિકોણબાગ, સનાડા રોડ જેવા મુખ્ય માર્ગેા પર આવેલ મોટા ભાગની દુકાનો બધં રહી હતી.

 


સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો તે પગલે વેપારીઓ દ્રારા એક સાહનું સ્વૈચ્છિક લોકડાઉન આપવામાં આવ્યું હતું. જેને પગલે સુરેન્દ્રનગરની તમામ બજારો સ્વૈચ્છિક બધં રહી રહતી. ગઈકાલે સરકારે જાહેર કરેલા મીની લોકડાઉનને પગલે બજારો તા.૫ સુધી બધં રહેશે.

 


ધારીમાં પુન: અઠવાડિક લોકડાઉન જાહેર
ધારી શહેરમાં કોવિડ–૧૯ કોરોના મહામારીનું સંક્રમણ અતિ પ્રસરી જતા તા.૨૭થી રાત્રીના ૧૨થી આગામી આગામી તા.૫ની રાત્રીના ૧૨ વાગ્યા સુધીનું લોકડાઉન અમરેલી કલેકટર આયુશ ઓક દ્રારા પુન: જાહેર કરવામાં આવ્યું છે. આજે રાત્રીના ૧૨ વાગ્યાથી લોકડાઉનની અવધી શરૂ થઈ રહી છે. આજે એક દિવસ બાદ ફરીવાર લોકડાઉન તત્રં દ્રારા લંબાવવામાં આવ્યું છે અને હવે અઠવાડિક લોકડાઉન રહેશે. ધારીમાં ગત તા.૧૯થી તા.૨૬ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું ત્યારબાદ આજે ફરીવાર આઠ દિવસનું લોકડાઉન કલેકટર દ્રારા જાહેર કરવામાં આવેલ હતું. જેમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાય તમામ દુકાનો ધંધા–રોજગાર બધં રાખવામાં આવશે.

 


જૂનાગઢમાં આંશિક લોકડાઉન સફળ
જૂનાગઢ શહેરમાં આજથી શરૂ થયેલ મીની લોકડાઉનને પગલે આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની બજારો સડ બધં જો કે, જાહેરનામામાં બધં સંદર્ભે સ્પષ્ટ્રા ન થતા સવારે વેપારીઓ તથા પોલીસને દુકાનો બધં રાખવા બાબતે ચડભડ પણ જોવા મળી હતી. ગુજરાત સરકાર દ્રારા કોરોના કેસના વધતા જતાં કેસોને લઈ તા.૨૮થી તા.૫ સુધી મિનિ લોકડાઉન એટલે કે શહેરમાં ફકત આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે, કરિયાણુ,ં દૂધ મસાલાની ઘંટી ઉપરાંત ડેરી મેડિકલ સેવા તથા ઘરગથ્થુ ટિફિન હોમ ડિલિવરી, બેકરી, શાકભાજી, ફળફળાદી ઉત્પાદન અને વેચાણ કુરિયર સર્વિસ પોસ્ટ સર્વિસ સહિતની વિવિધ સુવિધાઓ પાંચ મે સુધી ચાલુ રાખવા સિવાયના દુકાનો વ્યાયસાયિક પ્રતિાનો તથા વાણિય સંસ્થાઓ રેસ્ટોરન્ટ, લારી–ગલ્લા, શોપિંગ કોમ્પ્લેકસમાં આવેલી તમામ દુકાનો પાંચ મે સુધી બધં રાખવાના જાહેરનામાને લઈ ગઈકાલે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીએ જૂનાગઢ શહેર જિલ્લામાં મિનિ લોકડાઉન અંતર્ગત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેને પગલે ગઈકાલે ચેમ્બર ઓફ કોમર્સ દ્રારા આવશ્યક ચીજવસ્તુઓ તેમજ સરકાર દ્રારા જાહેર કરેલ દુકાનો સિવાયની તમામ દુકાનો વ્યવસાય પ્રતિાનો બધં રાકવાની જાહેરાતોને પગલે આજે સવારથી જૂનાગઢના મુખ્ય બજારોમાં સડ બધં જોવા મળતો હતો તો બીજી તરફ જાહેરનામાથી અજાણ અમુક વેપારીઓએ દુકાનો ખુલ્લી રાખતા દુકાનો બધં રાખવા બાબતે થોડી ચડભડ જોવા મળી હતી. તો ખાસ કરીને પાનની અને તમાકુની દુકાન બધં રહેતા પાનના બંધાણીઓ–વ્યસનિઓના મોં પર ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.    

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS