મીરા રાજપૂતે ઝાડ ઉપર લટકીને કર્યુ વર્કઆઉટ 

  • May 23, 2021 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડ એકટર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત ભલે ફિલ્મી દુનિયામાં એકિટવ નથી, પરંતુ સોશિયલ મીડિયા પર તેનું ફેન ફોલોવિંગ ઘણું છે. તે સોશિયલ મીડિયા પર એકિટવ છે અને પોતાની લાઈફને લગતી ઘણી વસ્તુઓ શેર કરતી રહે છે. મીરા રાજપૂતે પોતાનો એક વીડિયો શેર કર્યેા છે જેને તેના ફેન્સ ઘણો પસદં કરી રહ્યા છે.

 


મીરા રાજપૂતે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યેા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે તે આંબા પર લટકી રહી છે અને કસરત કરી રહી છે. મીરા રાજપૂતે વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું છે કે, કંઈક નવું ટ્રાય કયુ છે. નો એકસકયુઝ.

 


 

મીરા રાજપૂતના વર્કઆઉટ વીડિયો પર ફેન્સ પણ જાતજાતની કમેન્ટ કરી રહ્યા છે. બે બાળકોની માતા હોવા છતાં આટલી ફિટનેસ જાળવી રાખી હોવાને કારણે લોકો મીરાના વખાણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મીરા રાજપૂતે શાહિદ કપૂર સાથે ૨૦૧૫માં લ કર્યા હતા. મીરા અને શાહિદની ચાર વર્ષની દીકરી મિશા અને બે વર્ષનો દીકરો ઝૈન છે. મીરા રાજપૂત પોતાના બાળકો સાથેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. મીરા રાજપૂતને નાના અથવા મોટા પડદા પર જોવા મળશે તેવી અટકળો ચાલી રહી હતી પરંતુ મીરા એકિટંગની દુનિયાથી દૂર રહી છે. જો કે મીરાની ફેશન સેન્સને ફેન્સ દ્રારા વખાણવામાં આવે છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS