ઉપલેટા તા.પંચાયતની સત્તા ઉપર પંજાની પકડ રાખવા ધારાસભ્ય વસોયા મેદાને

  • March 10, 2021 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉપલેટા તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મતદારોએ પોતાનો ચૂકાદો આપી ભાજપ-કોંગ્રેસના અધ્ધર જીવ રાખી અપક્ષોના હાથમાં બાગડોળ આપતા ભાજપ-કોંગ્રેસ બન્ને પક્ષો દ્વારા તાલુકા પંચાયત ઉપર કબજો જમાવવા ભારે કમર કસી રહ્યા છે. તાલુકા પંચાયતની કુલ ૧૮ સીટોમાંથી ભાજપને ૮, કોંગ્રેસને ૮ તેમજ બે અપક્ષોને વિજય બનાવી ભાજપ-કોંગ્રેસના જીવ અધ્ધર કરતો ચૂકાદો આપતા તાલુકા પંચાયત ઉપર ભાજપ-કોંગ્રેસ પક્ષ પોતાનો કબજો જમાવવા ભારે ધમપછાડા કરી રહ્યા છે.

ગઈકાલે ભાજપ પક્ષે ખારસીયાની બેઠક ઉપર અપક્ષ ચૂંટાયેલા મહિલા સભ્યને પોતાની તરફ ખેંચી લેતા રાજકીય ગરમાવો આવી ગયો છે ત્યારે કોંગ્રેસ પક્ષના લડાયક અને રાજકારણમાં તનજોડના માહિર ગણાતા ધારાસભ્ય લલિત વસોયા તાલુકા પંચાયતમાં બાહુબલી સાબીત થશે કે શરણાગતી સ્વીકારી લેશે તેવી ચર્ચા તાલુકાભરમાં થઈ રહી છે. રાજ્યમાં ભાજપનો સૂરજ તપી રહ્યો હોય તેવા ડરથી કોંગ્રેસ પક્ષ દ્વારા પોતાના ચૂંટાયેલા આઠ સભ્યોને પણ અજ્ઞાતસ્થળે બે દિવસ પહેલાં રવાના કરી દીધા હોય ત્યારે બન્ને પક્ષો દ્વારા સત્તામાં બેસવા મની-મસલ, પાવરનો ભરપૂર ઉપયોગ થાય તો નવાઈ કહી શકાય તેમ નથી.તાલુકામાં થતી ચર્ચા મુજબ રાજકારણના અઠંગ ખેલાડી અને સ્વ.વિઠ્ઠલભાઈ સાથે રહી અનેક વખત સરકારને અંધારામાં રાખી ગમે તેવા ખેલ પાડવામાં માહિર ગણાતા અને રાજકીય લોકોમાં ચાણકય બુધ્ધિમાં ઓળખાતા ધારાસભ્ય લલિત વસોયા પોતાના કાર્યકરોને સત્તા સુધી પહોંચાડવામાં સફળ થશે કે કેમ તેવો સો મણનો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે. ભાજપના તાપમાં ધારાસભ્ય લલિત વસોયા હારી જશે કે ભાજપના તાપમાં ભાજપના નેતાઓને દઝાડી દેશે તેવી ચર્ચાએ જોર પકડયું છે.આગામી તા.૧૭મીએ તાલુકા પંચાયતની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની છે તેમાં ૧૮ સભ્યોમાંથી ભાજપ પાસે હાલમાં નવ સભ્યો છે. કોંગ્રેસ પાસે આઠ સભ્યો છે. જ્યારે તેલંગણાની બેઠક ઉપર એક સભ્ય અપક્ષ ચૂંટાયેલા છે ત્યારે પંચાયત ઉપર કોનું રાજ આવશે તેવું તાલુકાભરની જનતા મીટ માંડીને બેઠી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS