મોદીએ ગુજરાત છોડ્યા પછી સરકારમાં કોર્પોરેટ કલ્ચરનો અંત આવી ગયો છે

  • April 05, 2021 08:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સચિવાલય અને જિલ્લા કચેરીઓમાં જે ભય હતો તે દૂર થયો હોવાથી હવે વહીવટી તંત્રમાં શિથિલતા આવી છે, પગાર વધ્યાં પણ કામગીરીમાં ઝડપ ઓછી થઇ છેગુજરાત સરકારમાં કોર્પોરેટ કલ્ચરનો પ્રવેશ ત્યારે થયો હતો જ્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાતનું શાસન સંભાળ્યું હતું. એ સમયે સચિવાલયના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઘડિયાળના કાંટે નહીં, સરકારની ઇચ્છાશક્તિ પ્રમાણે કામ કરતા હતા. આજે પરિસ્થિતિ અલગ છે. સાડા પાંચ વાગ્યે કર્મચારીઓ ઓફિસમાંથી ઉચાળા ભરવાનું શરૂ કરી દેતા જોવા મળે છે.

 


મોદીના શાસનમાં ત્રણ ઇમારત--મહાત્મા મંદિર, સ્વર્ણિમ સંકુલ અને ગિફ્ટ સિટી-- એટલી ઝડપથી બનાવવામાં આવી છે કે આજે આવી કોઇ ઇમારત આટલી ઝડપથી બનતી નથી. ગુજરાતમાં અમદાવાદ મેટ્રોરેલના પ્રોજેક્ટમાં અસહ્ય વિલંબ થયો છે. 2007ની યોજના 13 વર્ષ પછી પણ પૂર્ણ થઇ નથી. કલ્પસર યોજના તો કલ્પ્ના જ રહી છે. હાલની સરકારમાં કોર્પોરેટ કલ્ચરનો અભાવ છે.

 


નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં 4610 દિવસનું શાસન કર્યું છે પરંતુ કામની ઝડપ અને ઇચ્છાશક્તિ ગજબની જોવા મળી હતી. રાજ્ય સરકારના એક સિનિયર અધિકારી કે જેમણે મોદી સરકારમાં મહત્વનો રોલ અદા કર્યો છે તેમણે કહ્યું હતું કે સાતમા પગાર પંચ પછી અધિકારીઓ તેમજ કર્મચારીઓના પગારમાં અનેકગણો વધારો થયો છે પરંતુ કામની ઝડપ ઓછી થઇ છે.

 


વહીવટી તંત્રમાં આવેલી શિથિલતાના કારણે રાજ્યની જનતાના કામોમાં અસહ્ય વિલંબ થઇ રહ્યો છે. નિર્ણયશક્તિનો અભાવ જણાય છે. હવે તો ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ કહે છે કે-- અમે મંત્રી છીએ તો પણ અમારે કામ કરાવવા માટે વહીવટી તંત્રની પાછળ પડવું પડે છે. ફોલોઅપ કરવું પડે છે. અધિકારીઓ પાસે ઉઘરાણી કરવી પડે છે.

 


કામ માટે સાત કોઠા પાર કરવાના હોય છે અહીં એક સવાલ એવો થાય છે કે સરકારે કામ કે ફાઇલના નિકાલ માટેનું ટાઇમટેબલ બનાવ્યું છે પરંતુ તે માત્ર આદેશ છે, વહીવટી તંત્રને તેની ફરજ પાડવામાં આવતી નથી. ખાસ કરીને સચિવાલયમાંથી છૂટતા આદેશનું પાલન જિલ્લા વહીવટી તંત્રમાં થતું નથી. મુખ્યમંત્રી વિજય રૂપાણી જો ફરીથી ગુજરાત સરકારમાં કોર્પોરેટ સ્ટાઇલ અપ્નાવે તો લોકોના કામો તેમજ વિકાસના કામોમાં ઝડપ આવી શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS