સોમ-મંગળ બેન્ક હડતાલ: કામકાજ ખોરવાશે

  • March 13, 2021 04:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બેન્કોનાં મર્જર સહિતનાં પ્રશ્ર્ને બેન્ક યુનિયનોએ આગામી સોમ-મંગળ બે દિવસ હડતાલનું એલાન આપ્યું છે. આ હડતાલને કારણે બેન્કિંગ કામકાજ ખોરવાશે અને કરોડોનાં ટ્રાન્જેકશન અટકી જશે.

 


કેન્દ્ર સરકાર બજેટના પ્રસ્તાવ મુજબ બેન્કોના ખાનગીકરણ તરફ ઝડપથી આગળ વધી રહેલ છે અને પાંચ દાયકા પહેલા બેન્કોના રાષ્ટ્રીયકરણ પછી દેશનો ખેત ઉદ્યોગ, મોટા ઉદ્યોગો, નાના વ્યાપરીઓ અને ફૂટપાથ પર વેપાર કરતાં લોકોને રાહતદરે ધિરાણ આપી દેશના વિકાસમાં બેન્કોને અહમ ભૂમિકા ભજવેલ છે.

 


સરકારનું કહેવું છે કે, સરકારે ધંધો નહીં કરવો જોઈએ. સરકારની એ પણ ફરજ છે કે દેશના વિકાસમાં નાના વ્યાપારીઓ, ખેડૂતો અને છેવાડાના લોકોને સસ્તા દર ધિરાણ મળે. ખાનગી બેન્કો આ કરી રહેલ છે કે ભવિષ્યમાં કરશે. ખાનગીકરણથી બેન્કોની ગ્રામ્ય શાખાઓ, ખેડૂતો, શ્રમિકો, નાના ઉદ્યોગગૃહો, કૂટિર ઉદ્યોગને રાહતદરે મળતી લોન પર અલીગઢ તાળા લાગી જશે.

 


1947માં દેશ આઝાદ થયો ત્યારે દેશમાં બેન્કિંગ ઉદ્યોગ ખાનગીક્ષેત્ર હસ્તક જ હતી. દેશ આર્થિક રીતે પછાત હતો, આઝાદી પહેલા મોટા ઉદ્યોગ ગૃહોએ પોતાને ભંડોળની સહજ અને સરળ ઉપલબ્ધી રહે તે માટે બેન્કો સ્થાપી હતી. તેનો મુખ્ય હેતુ બેન્કોની નાની બચત પોતાના ઉદ્યોગ માટે ઓછા ખર્ચ વાળી છે. તેમાંની કેટલીક બેન્કો નકશા પરથી ભુંસાઈ ગઈ અને ત્યારબાદ તે સમયની સરકારને દેશના આર્થિક વિકાસ માટે બેન્કો પોતાના હસ્તગત કરવાનો નિર્ણય લેવો પડેલ.

 


રાષ્ટ્રીયકરણ વખતે બેન્કોની શાખા ફકત 8000 હતી જે આજે શેડયુલ બેન્કોની શાખાઓ 1,48,900 છે. બેન્કોની થાપણ ફકત 80,000 કરોડ હતી જે આજે 1.46 લાખ કરોડ છે. 1969માં 64000ની વસ્તીએ બેન્કની એક શાખા હતી જે આજે 9000ની વસ્તીએ એક શાખા છે. બેન્કોની શાખાઓના 35 ટકા શાખાઓ ગ્રામ્ય વિસ્તારમાં છે જે નાના ખેડૂતો અને ગ્રામ્ય પ્રજાને બેન્કિંગ સેવા ઉપલબ્ધ કરાવે છે.

 


જાહેર ક્ષેત્રના બેન્કો હાલમાં સરકારની સેવાઓ મળી રહે છે અને તેને કારણે મળતી થાપણો નાના વ્યાપારી, ઉદ્યોગ ગૃહો તેમજ સરકારની યોજનાઓનો અમલ કરે છે. આ સેવાઓ સરકાર ખાનગી બેન્કોને સોંપવા જઈ રહી છે. આ બેન્કોએ ફકત સવા કરોડ જનધન યોજના હેઠળ ખાતા ખોલેલ છે. ઓછા વ્યાજે મુદ્રા લોન, કે સરકારની યોજનામાં ધિરાણ કરેલ નથી. એસબીઆઈએ લદાખમાં એટીએમ સ્થાપેલ પરંતુ સરકાર આર્મીના ખાતા કોટક બેન્કને આપે છે. એસબીઆઈને ભોગે કોટક બેન્કને ફાયદો કરાવી રહેલ છે. સરકાર પોતાની સેવા સોંપીને ખાનગી બેન્કોને પ્રોત્સાહિત કરી રહેલ છે તેને કારરે જનતાના નાણા ખાનગી બેન્કોને સોંપી નાણા ઉપર આપતી ઉભી કરી રહેલ છે અને જાહેરક્ષેત્રને નબળી પાડવા સરકારની સાજીસ શ થઈ ગયેલ છે.

 


હાલમાં પ્રજાને સસ્તાદરે, ખાતામાં ઓછા બેલેન્સ સાથે ખેત ઉદ્યોગને ઓછા વ્યાજે જે ધિરાણ મળે છે તે ખાનગી બેન્કો આપવા તૈયાર નહીં થાય, લોકોની થાપણની સુરક્ષા મર્યિદિત થઈ જશે. જાહેર જનતાને અને ખાસ કરીને નાના માણસોને બેન્કિંગ સેવા ખાનગીકરણ પછી દોહ્યલી થઈ જશે.

 


ટેલિકોમ ઉદ્યોગમાં ખાનગી કંપનીના વિકાસથી પ્રજાને મળતી સેવાઓ મોંઘી થતી જાય છે. ગમે તેવો ભાવ વધારો પ્રજા પર ઝીંકે છે. આવી જ પરિસ્થિતિ બેન્કોના ખાનગીકરણથી થશે. પ્રજાએ વધારે ચાર્જિસ અને ઓછામાં ઓછુ બેલેન્સ વધારે રાખવાની તૈયારી રાખવી પડશે.

 


બેન્ક કર્મચારીઓ-અધિકારીઓની આ હડતાલને દસ કેન્દ્રીય મજુર સંગઠનો અને વિવિધ ક્ષેત્રના 101 મજુર સંગઠનોએ ટેકો જાહેર કરેલ છે. જાહેર જનતાને આ હડતાલથી મુશ્કેલી થશે પરંતુ આ હડતાલ સમસ્ત આમ જનતાના હિતને અને ખાસ કરીને અકિંચન લોકોના હિતમાં છે એટલે અમોને વિશ્ર્વાસ છે કે પ્રજા અમોને દરગુજર કરશે તેમ ગુજરાતના બેન્ક વર્કસ યુનિયનના મહામંત્રી કે.પી.અંતાણીએ જણાવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS