કેરળમાં ચોમાસાનું આગમન, આ વર્ષે થશે 101 ટકા વરસાદ

  • June 03, 2021 02:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચોમાસાનું ગુરુવારે કેરળના દક્ષિણી ભાગમં સત્તાવાર આગમન થયું છે. ચોમાસું અનુમાન કરતાં 2 દિવસ મોડું શરુ થયું છે. પરંતુ ભારતના હવામાન વિજ્ઞાન વિભાગનું કહેવું છે કે આ વર્ષે 101 ટકા વરસાદ થશે. આસાર છે કે આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે. હવામાન વિભાગ અનુસાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ ઉત્તર દક્ષિણ ભારતમાં સામાન્ય રહેશે, મધ્ય ભારતમાં સામાન્ય થી વધુ અને પૂર્વ તેમજ પૂર્વોત્તરમાં સામાન્યથી ઓછુ રહેવાનું અનુમાન છે. 

 

કેરળમાં સામાન્ય રીતે ચોમાસુ એક જૂને પહોંચે છે. આઈએમડીએ આ પહલા 31 મે અથવા તેના 4 દિવસની અંદર ચોમાસું પહોંચવાની આગાહી કરી હતી. પરંતુ 30 મે સુધી ચોમાસાની કોઈ સ્થિતિ બની ન હતી. પરંતુ આજે સત્તવાર રીતે ચોમાસાના આગમનની જાહેરાત કરી દેવામાં આવી છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021