સૌરાષ્ટ્રમાં જોવા મળી મેઘમહેર, રાજકોટમાં પડ્યો આટલા ઇંચ વરસાદ  

  • September 12, 2021 12:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લામાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. રાજકોટ શહેરમાં આજે વહેલી સવારેથી વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં રાજકોટ શહેરમાં વહેલી સવારનો ધીમી ધારનો વરસાદ શરૂ થયો હતો. ત્યાર બાદ 10 વાગ્યા આસપાસ વરસાદ ધોધમાર વરસી પડ્યો હતો. આ સાથે રાજકોટમાં સવા ઇંચ વરસાદ નોંધવામાં આવ્યો છે. 

 

રાજકોટ જિલ્લાના ગોંડલમાં પણ વરસાદ જોવા મળ્યો છે. આજે વહેલી સવારેથી ગોંડલમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ગોંડલના બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, કોલેજ ચોક, માંડવી ચોક, કપુરીયા ચોક સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. 

 

દેવ ભૂમિ દ્વારકા 

 

દેવ ભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. દ્વારકામાં એક દિવસના વિરામ બાદ ફરી પાછું વરસાદનું આગમન થયું. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયામાં કાલે રાતથી વરસાદ જોવા મળ્યો છે. કાલ રાતથી શરૂ થયો ધોધમાર વરસાદ અડધા કલાકમાં દોઢ ઇંચથી વધુ માત્રમાં પડ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસવાથી નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે. જામખંભાળિયા કાલ રાતથી આજ સવાર સુધીમાં સાડા પાંચ ઇંચ વરસાદ પડી ગયો છે.

 

આ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુર તાલુકાના ગામડાઓમા બે દિવસના વિરામ બાદ વરસાદની રી એન્ટ્રી જોવા મળી છે. આજે સવારે વહેલી સવારથી વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS