મોરબી: ઇન્સીડન્ટ કમાન્ડરની નિમણૂક, કોરોના અંગે સરપંચ-તલાટીને સોપાઈ સઘન કામગીરી

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસની મહામારી અટકાવવા મોરબીમાં ઈન્સીડન્ટ કમાન્ડર તરીકે અધિક મેજિસ્ટ્રેટ તેમજ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની નિમણૂક બાદ યોજાયેલ બેઠકમાં ગામના સરપંચ તેમજ તલાટી કમ મંત્રીઓને વિવિધ સુચનાઓ આપવામાં આવી છે. આ બેઠક બાદ મોરબી જિલ્લામાં આવેલ તમામ વાણિજ્યિક અને ખાનગી એકમો તાત્કાલિક અસરથી બંધ કરાવવા તથા તે એકમોમાં કામ કરનાર તમામ મજુરો ક્યાંય પણ જાય નહિ પોતાના વતનમાં હાલમાં પરત ના ફરે તે અંગે તમામ એકમોનાં માલિકને સમજાવવાની જવાબદારી ગામના તલાટી-કમ-મંત્રી તથા સરપંચે નિભાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગેની ફેક્ટરીધારકો,  કારખાનેદારો તથા ખાનગી માલીકના એકમોને લેખીતમાં જાણ કરવા પણ સુચના અપાઇ છે.ફળ, શાકભાજી, કરિયાણા, દુધ માટે હોમ ડીલિવરીની વ્યવસ્થા, અપવાદરૂપ કિસ્સામાં જો આ દુકાનોએ લોકો સામાન ખરીદવા આવે તો ત્યાં પટ્ટા મારવાં, સર્કલ કરી સમાન ખરીદતી વખતે એક નિશ્ચિત અંતર જાળવે તેવી વ્યવસ્થા ઉભી કરવા પણ સુચના અપાઇ છે. ગામમાં તમામ પરિવહન સેવાઓ સ્થગિત કરી કોઈ ખાનગી વાહનો જેવા કે જીપ, રીક્ષા, ઈકો, આંતર ગ્રામ્યના રસ્તાઓ પર પરિવહન ના કરે તેની તકેદારી રાખવાની રહેશે.


તમામ શૈક્ષણિક સંસ્થાઓ, તાલીમ સંસ્થાઓ, કોચીંગ સંસ્થાઓ, સંશોધન સંસ્થાઓ બંધ કરવાની રહેશે. ઉપાસનનાં તમામ સ્થળો કોઈપણ અપવાદ વિના બંધ રાખવાના રહેશે. અંતિમ સંસ્કારના કિસ્સામાં ૨૦(વીસ) થી વધુ વ્યક્તિઓને ભેગું થવાનું રહેશે નહિ. ગામમાં તા.૧૫/૦૨/૨૦૨૦ પછી આવેલા તમામ વ્યક્તિઓની જાણ આરોગ્ય સંભાળ કર્મચારીઓને કરવાની રહેશે, આવા લોકોને આરોગ્ય કર્મચારી સુચવે તે અનુસાર હોમ કોરોન્ટાઈન કરવાના રહેશે આ સુચનાનું પાલન ના કરનાર વ્યક્તિઓ સામે આઇપીસીની એક્શન ૧૮૮ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.સુચનાઓનું ભંગ થયે જવાબદાર વ્યક્તિઓની સામે ડિઝાસ્ટર એક્ટ-૨૦૦૫ની સેકશન-૫૧ થી ૬૦ તદુપરાંત આઇપીસીની એકશન ૧૮૮ મુજબ કાયદાકીય પગલાઓ લેવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS