દેશના 19 જિલ્લા સૌથી અસરગ્રસ્ત, મહારાષ્ટ્રમાં એક દિવસમાં 18 હજાર કેસ

  • March 17, 2021 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અનેક રાજ્યોમાં આંશિક લોકડાઉન, ફરી જનજીવન અસ્તવ્યસ્ત, મહારાષ્ટ્રના 15 જિલ્લા માં ગંભીર હાલત, પુણે દેશનો સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લો



દેશના અનેક રાજ્યો ફરીવાર કોરોનાવાયરસ ના પ્રકોપ્નો સામનો કરી રહ્યા છે અને ફરીથી ભયંકર ગતિથી વધી રહેલા કેસ ને લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે અને અર્થતંત્રની સામે ફરી પડકાર શરૂ થયા છે. દેશના 19 જિલ્લાઓ સૌથી વધુ અસરગ્રસ્ત છે અને ત્યાં ભારે ઝડપથી નવા કેસ બહાર આવી રહ્યા છે.

 


મહારાષ્ટ્ર રાજ્યની હાલત દિવસે દિવસે વધુ ખરાબ થઈ રહી છે અને છેલ્લા 24 કલાકમાં અહીં 18 હજારથી પણ વધુ નવા કેસ બહાર આવ્યા છે. આરોગ્ય મંત્રાલયના અહેવાલ મુજબ મહારાષ્ટ્રના 15 જિલ્લાઓમાં ગંભીર હાલત દેખાઈ રહી છે અને રાજ્યના અનેક શહેરોમાં આંશિક લોકડાઉન જેવી હાલત છે.

 


મહારાષ્ટ્રમાં નાઈટ કર્ફ્યું પણ અનેક શહેરોમાં રાખવામાં આવ્યો છે અને સખત રીતે નિયમોનો અમલ કરવામાં આવી રહ્યો છે. દેશના અનેક રાજ્યોમાં આંશિક લોકડાઉન જેવી હાલત દેખાઈ રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તમામ રાજ્યો સાથે સતત સંપર્ક જાળવી રહ્યું છે.

 


કેન્દ્ર ના આરોગ્ય મંત્રાલય દ્વારા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને એવી જાણ કરી છે કે મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાવાયરસની બીજી લહેર ચાલી રહી છે માટે વધુ ધ્યાન આપવું પડશે અને દેશનો સૌથી વધુ પ્રભાવિત જિલ્લો પુણે રહ્યો છે.

 


સરકારી ડેટા મુજબ પુણે નાગપુર અને મુંબઈમાં પાછલા દસ દિવસ દરમિયાન દરરોજ 1000 થી વધુ નવા કેસ બહાર આવી રહ્યા છે અને આ દરમિયાન કેન્દ્રના આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ને કડક પગલાં ભરવાની તાકીદ કરી છે અને જેમ બને તેમ વાઇરસને કંટ્રોલ કરવા જણાવ્યું છે.

 


પાછલા દસ દિવસો દરમિયાન દેશના કુલ 19 જિલ્લાઓમાં ભારે ઝડપે નવા કેસ બહાર આવ્યા છે અને તેમાં ગુજરાતનું અમદાવાદ ચેન્નાઈ જલંધર મુંબઈ ઈન્દોર અમરાવતી બેંગલોર વગેરે નો સમાવેશ થાય છે. આ તમામ જિલ્લાઓમાં ટેસ્ટિંગ ની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે અને કોમીડ હોસ્પીટલો ફરીથી ખોલવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS