ભારતમાં અત્યાર સુધી 18 કરોડથી વધુ લોકોએ લીધી રસી: આરોગ્ય મંત્રાલય

  • May 15, 2021 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

114 દિવસમાં આટલી કામગીરી થઇ, અમેરિકાને 115 અને ચીનને 119 દિવસ લાગ્યા હતા

 કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં અત્યાર સુધી કોવિડ રસી નો ડોઝ 18 કરોડથી વધુ લોકોને આપવામાં આવ્યો છે. રાત્રે આઠ વાગ્યા સુધી દેશમાં કોવિડની આપવાની કુલ સંખ્યા 18,04,29,261 છે. કોવિડ-19 રસીકરણ અભિયાને સફળતાપૂર્વક 118 દિવસ પૂરા કયર્િ છે અને તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સહયોગપૂર્ણ પ્રયાસોથી કુલ 18 કરોડ લાભાર્થીઓને રસી આપવામાં આવી છે. રસીકરણના 18 કરોડના સીમાચિહ્નરૂપ આંકડા સુધી ભારત સૌથી ઝડપથી એટલે કે 114 દિવસમાં પહોંચી ગયું છે. ને આટલી સંખ્યામાં રસીના ડોઝ આપવામાં 115 દિવસ જ્યારે ચીન ને 119 દિવસ લાગ્યા હતા.

 


અત્યાર સુધીમાં 18,04,29,261 આપવામાં આવેલા કોવિડ રસી ના ડોઝમાંથી 96,27,199 સ્વાસ્થ્યકર્મીઓને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે તથા 66,21,675 લાખ સ્વાસ્થ્ય કર્મીઓને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ફ્રન્ટ વોરિયર્સ 1,43,63,754 કર્મચારીઓને પ્રથમ ડોઝ તથા 81,48,757 લાખ કર્મચારીઓને બીજો ડોઝ મળી ચૂક્યો છે. મંત્રાલયે કહ્યું કે 18-44 વર્ષના કુલ 42,55,362 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

 


કોવિડ-19 રસીકરણની ઉદારીકૃત અને પ્રવેગિત તબક્કા-3ની વ્યૂહનીતિનો અમલ 1 મે 2021ના રોજથી શરૂ કરવામાં આવ્યો છે જેમાં ઉપલબ્ધ ડોઝમાંથી 50% જથ્થો ભારત સરકારની ચેનલ મારફતે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને વિનામૂલ્યે આપવા માટે નિર્ધિરિત કરવામાં આવ્યો છે જ્યારે બાકી રહેલો 50% જથ્થો રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલો સીધા જ રસીના ઉત્પાદક પાસેથી ખરીદી શકશે.

 


ભારત સરકાર દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના પુરવઠાની ફાળવણી તેમની વપરાશની રૂપરેખા અને આગામી પખવાડિયામાં બીજા ડોઝના લાભાર્થીઓના ભારણના આધારે નક્કી કરવામાં આવે છે. 16થી 31 મે 2021 સુધીના પખવાડિયા દરમિયાન કેન્દ્ર દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિશિલ્ડ અને કોવેક્સિનના 191.99 લાખ ડોઝ પૂરા પાડવામાં આવશે. આમાં કોવિશિલ્ડના 162.5 લાખ ડોઝ અને કોવેક્સિનના 29.49 લાખ ડોઝ સામેલ રહેશે.

 


આ ફાળવણી માટેનું ડિલિવરી શેડ્યૂલ અગાઉથી બધાને આપી દેવામાં આવ્યું છે. રાજ્યોને વિનંતી કરવામાં આવી છે કે, સંબંધિત અધિકારીઓ તેમને ફાળવવામાં આવેલા ડોઝનો વ્યવહારુ અને ઉચિત ઉપયોગ સુનિશ્ચિત કરે અને રસીનો બગાડ શક્ય એટલો ઓછા થાય તેના પર ધ્યાન આપે.

 


ભારત સરકાર દ્વારા 15 દિવસ અગાઉથી જ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને તેમના વિનામૂલ્યે રસીના જથ્થા વિશે આગોતરી જાણ કરવાનો મૂળ ઉદ્દેશ તેઓ વિનામૂલ્યે પ્રાપ્ત થનારા આ ડોઝના ઉચિત અને શ્રેષ્ઠતમ ઉપયોગ માટે પોતાના તરફથી પૂર્વતૈયારીનું પ્લાનિંગ કરી શકે તે માટેનો છે.

 


વિનામૂલ્યે મળનારા આ ડોઝ 45 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો, એચસીડબલ્યુ અને એફએલડબલ્યુ માટે છે. 1થી 15 મે 2021 સુધીના અગાઉના પખવાડિયામાં કેન્દ્ર સરકારે રાજ્યોને કુલ 1.7 કરોડ રસીના ડોઝ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવ્યા છે. આ ઉપરાંત, રાજ્યો અને ખાનગી હોસ્પિટલો દ્વારા સીધી ખરીદી માટે કુલ 4.39 કરોડથી વધારે ડોઝનો જથ્થો મે 2021માં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS