રાજકોટમાં કોરોનાના વધુ ૧૫ શંકાસ્પદ કેસ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

  • બે પોઝીટીવ કેસના કલોઝ કોન્ટેકટમાં આવેલા ૧૦ વ્યકિતને કવોરન્ટાઈન કરાયા


રાજકોટ શહેરમાં ગઈકાલે યાજ્ઞિક રોડ અને કાલાવડ રોડ પરના વિસ્તારમાંથી કોરોનાના બે પોઝીટીવ કેસ મળી આવ્યા બાદ આજે વધુ ૧૫ શંકાસ્પદ કેસ મળી આવતાં તેના એનાલીસીસ માટે લેબોરેટરીમાં સેમ્પલ મોકલવામાં આવ્યા છે.


સત્તાવાર સાધનોમાંથી મળતી માહિતી મુજબ આજે જે ૧૫ કેસ શંકાસ્પદ મળી આવ્યા છે તેમાં રાજકોટ શહેરના ૧૩ અને ગ્રામ્ય વિસ્તારના બે કેસનો સમાવેશ થાય છે. ૧૫ કેસમાં સાત પુરુષો અને આઠ મહિલાઓનો સમાવેશ થાય છે. પ્રાઈવેટ હોસ્પિટલમાંથી ત્રણ શંકાસ્પદ કેસ મળી આવ્યા છે યારે બાકીના ૧૨ કેસ સરકારી હોસ્પિટલમાંથી મળ્યા છે.

  • ટવીન્સ સહિત ચાર બાળકો કોરોના શંકાસ્પદ દર્દી

આજે જે ૧૫ શંકાસ્પદ કેસ કોરોનાના મળી આવ્યા છે તેમાં ચાર બાળકોનો પણ સમાવેશ થાય છે. જંગલેશ્ર્વર વિસ્તારમાંથી દોઢ વર્ષની વયના એક મેઈલ એક ફિ–મેઈલ ટવીન્સ બાળકને પણ કોરોનાના શંકાસ્પદ ચીન્હો જણાતાં તેને નમૂના લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત બે મહિનાના એક બાળકને અને ચાર વર્ષના બાળકને પણ કોરોના શંકાસ્પદ હોવાનું જણાઈ રહ્યું છે.

  • ક્રાઈસ્ટ હોસ્પિટલ કોરોનાની સારવાર માટે અધિકૃત જાહેર કરાઈ

જામનગર રોડ પર માધાપર નજીક આવેલી ક્રાઈસ્ટ હોસ્પિટલના બી વિંગને કોવિડ–૧૯ના દર્દીઓની સારવાર માટે જાહેર કરવામાં આવી છે. હોસ્પિટલના સંચાલકોએ આ માટે સામેથી ઈચ્છા વ્યકત કરીને સામાજિક ઉતરદાયિત્વનું નોંધપાત્ર ઉદાહરણ પૂરું પાડયું છે. ૫૫ બેડની આ હોસ્પિટલ કોરોનાની સારવાર માટે ઉપલબ્ધ થતાં સરકારી તંત્રને રાહત થઈ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application