કોરોનામાં વધ્યું બેરોજગારીનું પ્રમાણ, 707 જોબ વેકન્સી માટે મળી 4 લાખથી વધુ અરજી

  • May 23, 2021 10:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોનાના કારણે બેરોજગારીનું સ્તર ક્યાં પહોંચ્યું છે તે હાલમાં જ થયેલી એક ઘટના પરથી જાણી શકાય છે. એમએસએમઈ સંપર્ક સ્કીમના જે આંકડા સામે આવ્યા છે તે બેરોજગારી મામલે ચિંતા ઉપજાવે તેવા છે. આ પ્લેટફોર્મ પર 707 વેકન્સી માટે 4, 71,922 લોકોએ અપ્લાય કર્યું હતું. 

 

 

એમએસએમઈ સંપર્કને વર્ષ 2018માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લોન્ચ કર્યુ હતું. આ પ્લેટફોર્મ પરથી નાના ઉદ્યોગો માટે 18 એમએસએમઈ ટેકનોલોજી સેન્ટર્સ પરથી છાત્રો ને ટ્રેનીને કામ પર રાખવામાં આવે છે. આ પોર્ટલ પર નોકરી શોધતા લોકો પોતાના રીઝ્યૂમે શેર કરે છે. જ્યારે નોકરી માટે વેકન્સી બહાર પડે છે તો તેઓ પોતાને રજિસ્ટર્ડ કરાવી શકે છે. કંપની આ પોર્ટલ પરથી યોગ્ય ઉમેદવારને પસંદ કરી તેનો કોન્ટેક્ટ કરે છે. 

 

 

તેવામાં પોર્ટલ પર તાજેતરમાં જ 707 જોબ માટે 4 લાખથી વધુ લોકોએ અરજી કરી હતી. આંકડામાં આ ફરક દર્શાવે છે કે કોરોનાના કારણે લાખો લોકો બેરોજગાર થયા છે. 

 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS