અત્યાર સુધીમાં 4 હજારથી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે

  • March 19, 2021 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસ સામે હારી જનારા 51% દર્દીઓને કોઈ બીમારી નહોતી
કોરોનાના કારણે મોતને ભેટનારા લોકોમાં સૌથી વધુ 50-79ની ઉંમરના

 એક વર્ષ પહેલા ગુજરાતમાં કોરોના વાયરસે દસ્તક દીધી હતી. પહેલા ક્યારેય ન જોયેલા આ રોગની શરૂઆત થઈ ત્યારે માનવામાં આવતું હતું કે, વૃદ્ધો અને ડાયાબિટીસ, સ્થૂળતા, હૃદયની બીમારી જેવી તકલીફો ધરાવતાં લોકોનું આ વાયરસથી મોત થવાનું જોખમ વધારે છે. ગુજરાતમાં 19 માર્ચ 2020ના રોજ મહામારી શરૂ થઈ ત્યારથી 16 માર્ચ 2021 સુધી કોરાના વાયરસના કારણે થયેલા 4,427 દર્દીઓની મોતનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું. જેના પરથી સ્પષ્ટ થયું કે, કોરોના દર્દીઓમાં ભેદભાવ રાખતો નથી.

 


એનાલિસિસમાં જાણવા મળ્યું કે, 4,427 મૃત્યુમાંથી 49 ટકા દર્દીઓને એક અથવા તેનાથી વધુ બીમારી હતી. જ્યારે 51 ટકા મૃતકો એવા હતા જેમને કોરોનાનું સંક્રમણ થયું ત્યારે કોઈ જ બીમારી નહોતી અને તેમાંથી પણ 23 ટકા દર્દીઓને કોઈ રિસ્ક ફેક્ટર નહોતું.

 


રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ, ઉંમર, જાતિ (સ્ત્રી કે પુરુષ) વગેરેને આધારે રિસ્ક ફેક્ટર નક્કી થાય છે. આપણે ગુજરાતના મૃત્યુ પામેલા દર્દીઓનું એનાલિસિસ કરીએ તો, અડધાથી વધુ (53.1%) મૃતકો 50-79 વચ્ચેની ઉંમરના હતા. હકીકતે ગુજરાતમાં નોંધાયેલા કોવિડ મૃતકોમાંથી 60 ટકા અથવા દર 10માંથી 6 દર્દીઓની ઉંમર 50 વર્ષ કરતાં વધુ હતી, તેમ આરોગ્ય વિભાગના અધિકારીએ કહ્યું.

 


જો કે, જ્યારે મહામારીના શરૂઆતના પાંચ મહિનાની સરખામણી બાકીના મહિનાઓ સાથે કરીએ ત્યારે દેખિતો ફેરફાર નજરે પડશે. બાકીની બધી કેટગરિમાં આંકડો નીચો જતો દેખાયો ત્યારે ’કોમોર્બિડીટી (કોઈ બીમારી હોય તે) વિનાના રિસ્ક ફેક્ટર’ ગ્રુપમાં 18 ટકાનો ઉછાળો જોવા મળ્યો. આ ગ્રુપ્ના દર્દીઓની સંખ્યા 10 ટકાથી વધીને 28 ટકા થઈ હતી. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ઉંમર સૌથી મોટું રિસ્ક ફેક્ટર છે અને તેના કારણે અન્યની સરખામણીએ દર્દીઓના કોરોના ઈન્ફેક્શન સામે પ્રતિકાર કરવાના ચાન્સ ઓછા હોય છે.

 


એક ડોકટરના કહેવા અનુસાર, લોકલ ટ્રેન્ડ યુએસની પેટર્ન સાથે બંધ બેસતો છે, જ્યાં યુવાન વયના લોકો વાયરસના કારણે મોતને ભેટી રહ્યા છે. કોમોર્બિડ દર્દીઓ અથવા તો સ્વસ્થ વ્યક્તિના કોરોનાથી મોત પાછળનું મોટું કારણ એ છે કે આ વાયરસ ઈમ્યૂન ડિસરેગ્યુલેશનને ટ્રીગર કરે છે અને તેના કારણે અનિયંત્રિત ઈન્ફ્લેમેશન (શરીરમાં થતી પ્રક્રિયા જેમાં વ્હાઈટ બ્લડ સેલ્સ શરીરને બેક્ટેરિયા અને વાયરસ સામે રક્ષણ આપે છે) થાય છે અને રોગપ્રતિકારક શક્તિ જ શરીરની દુશ્મન બની જાય છે. આ સ્થિતિ હેલ્ધી દર્દીઓમાં પણ જોખમી સાબિત થઈ શકે છે, તેમ ડોક્ટર પટેલે ઉમેર્યું.

 


આ ડોક્ટર અનુસાર, કોવિડ-19 વેક્સિનની ઉપલબ્ધતાને ધ્યાને રાખીને તમામને આપવાની શરૂ કરી દેવી જોઈએ. જેથી મોટાભાગની વસ્તીને વાયરસ સામે રક્ષણ પૂરું પાડી શકાય.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS